Palitana

સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાલીતાણામાં ; જાહેરસભાને સંબોધશે

Published

on

પવાર

  • ઉમેદવારો સાથે ભાજપ સંગઠન દ્વારા ભારે તૈયારીઓ શરૂ, પાલીતાણા સાથે તળાજા મહુવા ગારીયાધારના ઉમેદવારોની જીત નિશ્ચિત કરવા પશ્ચિમ મત વિસ્તારમાં વડાપ્રધાન કરશે જનસભા

ચૂંટણીનો જંગ જામતો જાય છે વડાપ્રધાન ખૂદ જાહેર સભાઓ સંબોધી રહ્યા છે બહુ ટૂંકા ગાળામાં વધુ એકવાર વડાપ્રધાન મોદી આગામી ૨૮મીએ જિલ્લાના પાલીતાણા આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં ખાસ કરીને પાલીતાણા સાથે તળાજા મહુવા ગારીયાધારના વિધાનસભા બેઠક રાજકીય પક્ષો માટે મહત્વની હોય તે રીતે સભા સરઘસોના આયોજનો થઈ રહ્યા છે.પાલીતાણા ખાતે આગામી ૨૮મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા પાલીતાણા ખાતે યોજાશે જિલ્લા સાથે જોડાયેલ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સોમવારે ભાજપ ઉમેદવારોની પ્રચારસભા યોજશે.

પાલિતાણાની આ સભા માટે ઉમેદવારો સાથે જિલ્લા સંગઠન દ્વારા ભારે તૈયારી થઈ છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી મૂકેશ લંગાળિયાએ આપેલ વિગત મૂજબ આગામી વિધાનસભા ચૂંટણી માટે સંગઠન દ્વારા ભારે તૈયારીઓ થઈ છે, જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી સોમવારે પાલીતાણા ખાતે આવી રહ્યા છે. જિલ્લા સંબંધિત બેઠકોના ભાજપ ઉમેદવારોના પ્રચાર અર્થે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સમગ્ર પંથકમાં જોડાયા છે, જે પ્રચાર અભિયાનમાં ગુજરાતનું ગૌરવ અને વડાપ્રધાનપદ શોભાવતા શ્રી નરેન્દ્ર મોદી સોમવારે પાલીતાણામાં જનસભાને સંબોધન કરી રાજ્યના હિત માટે ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા હાકલ કરશે. આ સાથે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને રાજ્યકક્ષાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાનાર આ સભા માટે તમામ વિધાનસભા વાર સંગઠન હોદ્દેદારો અને એક એક કાર્યકરો તૈયારીમાં રહ્યા છે અને ભાજપને પ્રચંડ જનસમર્થન મળી રહેલ છે.

Trending

Exit mobile version