Bhavnagar
ભાવેણાનું ગૌરવ ; ભાવનગરની વિશ્વા ધવલ પરમારે દિલ્લી ખાતે યોજાયેલ G20 ભાગ લીધો
કુવાડીયા
યુથ G20 સમિટના કોસ્ચ્યુમ ડિઝાઇન કરતા ભાવનગરના વિશ્વા ધવલ પરમાર, દિલ્લી ખાતે યોજાઈ હતી સમિટ, છ સભ્યોએ ભાગ લીધો
દિલ્હી ખાતે ગત 13 થી 15 જુલાઈ યોજાયેલ G20 YEA HUM સમિટ માં ભાગ લેવા યંગ ઇન્ડિયન્સ ભાવનગર ચેપટરના ૬ સભ્યોનું પ્રતિનિધિ મંડળે ભાગ લીધો હતો. રાષ્ટ્રભાવના સાથે જોડાયેલ તિરંગાના કેસરી, સફેદ અને લીલા આ ત્રણ કલરના કન્સેપટ લઈને આપણી પરંપરાના કુર્તા પરિધાન કરી આ સભ્યોએ ભારતીય એકતાનું પ્રતીક પૂરું પડ્યું હતું. આ કોસ્ચ્યુમની થીમ ભાવનગર ના વિશ્વા ધવલ પરમાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જે થીમની અંદર લોક-શૈલીના પ્રતીકો ખોડીદાસભાઈ પરમારની શૈલીના લેવામાં આવ્યા હતા અને ખાસ લોક આર્ટના માધ્યમ દ્વારા સુંદર પ્રસ્તુતિ થઇ હતી.
જેમાં હેન્ડ પેઇન્ટિંગ અને સૌરાષ્ટ્રની ભરતશૈલીથી કોસ્ચ્યુમ તૈયાર કરવામાં આવ્યા હતા. ભાવનગર અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે, આ ડ્રેસિસની ડિઝાઇન ભાવનગરની જ દીકરી દ્વારા તૈયાર કરવામા આવ્યા હતા. વિશ્વા ધવલ પરમાર છેલ્લા દસ વર્ષથી ભાવનગરમાં સિકલ બ્રાન્ડના નામથી મોટા ભાગે પરંપરાગત અને વેસ્ટર્ન ડ્રેસ ડિઝાઇન કરે છે. ડ્રેસની અંદર તેઓ પરંપરાને પૂર્ણ રીતે વળગી રહે છે અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરે છે. વિશ્વા પરમાર ખોડીદાસભાઈ પરમારના ફેમિલીના અમુલભાઈ પરમારના પુત્રવધુ અને પ્રશાંતભાઈ માળી (રાજ ગ્રાફિક્સ)ના પુત્રી છે. આ સમિટમાં યંગ ઇન્ડિયન્સ ભાવનગરના નિશાંત ધોળકિયા, ફલક શેઠ, વંદિત મોદી, નિહાર ચતુર્વેદી, નિધિપ ધોળકિયા, ચેતન ગોયલ આ છ સભ્યો એ પ્રતિનિધિત્વ કર્યુ હતુ. જે ભાવનગર માટે ગૌરવની બાબત છે