Sihor

કાલે સિહોરમાં જગન્નાથજીની રથયાત્રા: સંવેદનશીલ વિસ્તારોનું સઘન ચેકિંગ: આજથી જ રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત

Published

on

દેવરાજ પવાર

રથયાત્રા દરમિયાન 1 DYSP 2 PI, 1 PSI, ઉપરાંત 80 પોલીસ, હોમગાર્ડ-TRB, 15 SRP સહિત કુલ 160નો બંદોબસ્ત રહેશે તૈનાત : તાલુકામાં નાના-મોટી ત્રણ ધાર્મિક યાત્રા નીકળશે, મહત્ત્વના પોઈન્ટ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ, અધિકારીઓએ રથયાત્રા પૂર્વે બંદોબસ્તનું કરેલું રિહર્સલ: રથયાત્રા શાંતિપૂર્વક માહોલમાં યોજાય તે માટે ધાર્મિક આગેવાનો સાથે પોલીસ અધિકારીઓની મિટિંગ: રથયાત્રા જ્યાં જ્યાંથી પસાર થશે ત્યાં પોલીસ અધિકારી તેમજ કર્મીઓ બોડી વૉર્ન કેમેરા સાથે સજ્જ રહેશે

Rath Yatra of Jagannathji in Sihore tomorrow: Intensive checking of sensitive areas: Round the clock security from today

આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે સિહોર સહિત સમગ્ર ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની ભવ્યાતિભવ્ય રથયાત્રા નીકળવાની છે જેને લઈને ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ રથયાત્રા દરમિયાન કોઈ જ પ્રકારની નાની-મોટી અનિચ્છનીય ઘટના આકાર ન લઈ જાય તે માટે પોલીસ પણ સાબદી બની ગઈ છે. દરમિયાન આવતીકાલે સિહોરમાં રથયાત્રા નીકળનાર હોય તેને લઈને પોલીસ દ્વારા અનેક પોઈન્ટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવા ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે રથયાત્રા દરમિયાન 160 જેટલા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનો બંદોબસ્ત રહેનાર હોવાનું પોલીસ પીઆઇ એચ જી ભરવાડે જણાવ્યું હતું.

Rath Yatra of Jagannathji in Sihore tomorrow: Intensive checking of sensitive areas: Round the clock security from today
Rath Yatra of Jagannathji in Sihore tomorrow: Intensive checking of sensitive areas: Round the clock security from today
Rath Yatra of Jagannathji in Sihore tomorrow: Intensive checking of sensitive areas: Round the clock security from today

પીઆઇ ભરવાડે જણાવ્યા પ્રમાણે સિહોર ભગવાનશ્રી જગન્નાથજી, બલભદ્રજી અને શુભદ્રાજીની રથયાત્રા નીકળનાર છે ત્યારે રથયાત્રા પસાર થવાના રૂટ ઉપર ધાબા પોઈન્ટ, સાથે પોલીસના જવાનોનો બાયનોક્યુલર અને વોકીટોકી સાથેનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. આ સાથે જ રથયાત્રા પસાર થવાના રૂટમાં પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મીઓને બોડી વૉર્ન કેમેરાથી સજ્જ રાખવામાં આવશે. રથયાત્રાના રૂટ ઉપર સંવેદનશીલ વિસ્તાર, ગીચ વિસ્તાર તેમજ સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના હોય તેવા સ્થળો ઉપર સીસીટીવી તેમજ પ્રહરી વાહન અને ડ્રોન દ્વારા પૂરતું સર્વેલન્સ રાખવામાં આવશે. વધુમાં પોલીસ પીઆઇ ભરવાડે ઉમેર્યું કે સુરક્ષાની દૃષ્ટિએ 1 DYSP 2 PI, 1 PSI, ઉપરાંત 80 પોલીસ, હોમગાર્ડ-TRB, 15 SRP સહિત કુલ 160 અધિકારીઓ-જવાનો બંદોબસ્તની જવાબદારીનું વહન કરશે.આ પહેલાં પોલીસ અધિકારીઓ દ્વારા રથયાત્રા શાંતિપૂર્વક અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં નીકળે તે માટે ધાર્મિક આગેવાનો સાથે બેઠક પણ બોલાવવામાં આવી હતી.

Exit mobile version