Palitana

પાલીતાણા નગરપાલિકાના મહિલા પ્રમુખનો પુત્ર અજય અરજદારો સાથે ગેરવર્તન કરતો હોવાનો આરોપ ; અધિકાર મંચે રજુઆત કરી

Published

on

પવાર

  • દલિત સમાજના આગેવાનો રજુઆત કરવા ગયા તે વેળાએ પાલીતાણા નગરપાલિકાના મહિલા પ્રમુખ શિલ્પાબેન પુત્ર અજય દ્વારા ગેરવર્તન કર્યાની રજુઆત

પાલીતાણા નગરપાલીકાનો વહીવટ નગરપાલીકા ના પ્રમુખનો દિકરો કરે છે પાલિકામા કોઈ અરજદાર પ્રમુખ ને મળવા જાય તો મહીલા પ્રમુખ શીલાબેન યશવંતરાય શેઠનો દિકરો અજય જવાબો આપે છે અરજદારો સાથે ગેરવર્તન કરે છે સત્તા ના મદમા પ્રમુખ ની તમામ સત્તા ઓ ભોગવે છે કયા વોર્ડ મા કેટલી ગ્રાન્ટ વાપરવી એ મહીલા પ્રમુખ નો દિકરો અજય નક્કી કરે છે

allegation-that-ajay-the-son-of-the-woman-president-of-palitana-municipality-misbehaved-with-the-petitioners-adhikar-manch-submitted

પ્રમુખના નામે સહીઓ કરી કૌભાંડ પણ કરેલ દલિત વિસ્તાર મા વારવાની ગ્રાન્ટ અન્ય જગ્યાએ વાપરી નાખેલ આ બાબતે પાલીતાણા ના દલિત સમાજ ના આગેવાનો રજુઆત કરવા ગયા તો એમની સામે ગેરવર્તન કરેલ આ ફરિયાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ને મળતા આજે જિલ્લા કલેક્ટર ભાવનગર નાયબ કલેક્ટર પાલિતાણા કમિશ્નર નગરપાલીકાઓ ને પત્ર પાઠવી રજૂઆત રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને માવજી સરવૈયા દ્વારા કરવામા આવી છે..

Exit mobile version