Sihor

સિહોર શહેરના મુખ્ય હાઇવે પર દબાણોનું સામ્રાજ્ય સામે પોલીસ તંત્ર મેદાને ; દાદાનીવાવ સુધી પોલીસની ટ્રાફીક ડ્રાઇવ

Published

on

દેવરાજ

  • સર્વોત્તમ ડેરીથી લઈ છેક વળાવડ ફાટક સુધી, આડેધડ પાર્કિંગ, ટ્રાફિક સેન્સનો અભાવ સામે પોલીસ આજથી મેદાને પડી, ટ્રાફીક કર્તાઓને જરૂરી સૂચનાઓ, આવતા દિવસોમાં ટ્રાફીકને લઈ મોટી કાર્યવાહીના સંકેત

સિહોર શહેરના હાઇવે રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વકરી રહી છે અને વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો પણ વધી રહ્યા છે ટ્રાફિક સમસ્યા અને ગેરકાયદેસર દબાણ મુદ્દે શહેરના મુખ્ય રોડ રસ્તાઓ પર દબાણ અંગે ગંભીર પરિસ્થિતિ સર્જાવા પામી છે. શહેરના હાઇવે પરના વિવિધ વિસ્તારોમાં દિન-પ્રતિદિન ગેરકાયદેસર દબાણો વધી રહ્યા છે.

police-force-on-main-highway-of-sihore-city-against-pressure-empire-police-traffic-drive-till-dadaniwav

જાહેર માર્ગોની આસપાસ વધી રહેલ દબાણોના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા પણ ઉદ્ભવી છે ત્યારે સિહોર પીઆઇ ભરવાડ અને કાફલો મેદાને પડ્યો છે, આજથી કાર્યવાહી આરંભી છે, પોલીસ દ્વારા આજે વડલા ચોકથી લઈને દાદાની વાવ મામલતદાર કચેરી સુધી ટ્રાફિક ડ્રાય કરી હતી વેપારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી કે જ્યાં ત્યાં રોડ ઉપર પાર્કિંગ કરતા લોકોને વ્યવસ્થિત રીતે સાઈડ માં પાર્કિંગ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું, તેમજ રોડ ઉપર વાહનો મૂકીને જતા લોકોને પણ પોલિસે વાહનો ડિટેયન અને દંડની કાર્યવાહી પણ કરી હતી આજની પોલીસની કામગીરી થી આવતા દિવસોમાં ટ્રાફીકને લઈ મોટી કાર્યવાહીના સંકેત દેખાઈ રહ્યા છે, ટ્રાફિકને લઈ પોલીસ મેદાને પડતા દબાણકર્તાઓમાં ફફડાટની લાગણી વ્યાપી છે.

Trending

Exit mobile version