Sihor
સિહોર શહેરના મુખ્ય હાઇવે પર દબાણોનું સામ્રાજ્ય ; ટ્રાફિકજામની સમસ્યાથી શહેરીજનો પરેશાન
દેવરાજ
મીડિયાના અનેક અહેવાલો અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી નહિ, સર્વોત્તમ ડેરીથી લઈ છેક વળાવડ ફાટક સુધી, આડેધડ પાર્કિંગ, ટ્રાફિક સેન્સનો અભાવ, પાલિકા તંત્રની ઉદાસીનતાને લઇને સમસ્યા વકરી, રસ્તાઓ પર આડેધડ પાર્ક કરી દેવામાં આવતા વાહનોને કારણે રાહદારીઓને પણ હાલાકી
સિહોર શહેરના હાઇવે રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વકરી રહી છે અને વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો પણ વધી રહ્યા છે ટ્રાફિક સમસ્યા અને ગેરકાયદેસર દબાણ મુદ્દે શહેરના મુખ્ય રોડ રસ્તાઓ પર દબાણ અંગે ગંભીર પરિસ્થિતિ સર્જાવા પામી છે. સિહોર શહેરના હાઇવે પરના વિવિધ વિસ્તારોમાં દિન-પ્રતિદિન ગેરકાયદેસર દબાણો વધી રહ્યા છે. જાહેર માર્ગોની આસપાસ વધી રહેલ દબાણોના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા પણ ઉદ્ભવી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં વકરેલ ટ્રાફિક સમસ્યા અને ગેરકાયદેસર દબાણો મુદ્દે અનેકો વખત મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા છે છતાં કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા અનેક સવાલો ઉભા થયા છે. શહેરનો મુખ્ય રાજમાર્ગ ભાવનગર રાજકોટ હાઇવે વાહનોની અવર-જવરથી સતત ધમધમતો રહે છે. તાલુકાનું વડું મથક હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી નાગરિકો કામકાજ અર્થે શહેરમાં આવતા હોઈ ટ્રાફિકનું ભારણ વધુ રહે છે. સર્વોત્તમ ડેરીથી લઈ છેક વળાવડ ફાટક સુધી ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો બન્યો છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા કડકાઈભર્યું વલણ અપનાવી નિયમનું ઉલ્લંઘન કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે..