Sihor

વીકએન્‍ડમાં થર્ટી ફર્સ્‍ટને લઇ ઉત્‍સાહ બેવડાયોઃ ૨૦૨૨ને વિદાય અને ૨૦૨૩ને આવકાર માટે રસિયાઓમાં થનગનાટ

Published

on

બરફવાળા

  • થર્ટી ફર્સ્‍ટ… વીકએન્‍ડમાં જલસો કરવા રસિયાઓ રંગમાં
  • કોરોનાના ઉચાટ વચ્‍ચે કોમર્શિયલ આયોજનો અટવાયાં: ફાર્મહાઉસ – ધાબા પાર્ટી માટે તડામાર તૈયાર : શનિવારે થર્ટી ફર્સ્‍ટને લઇ ઉત્‍સાહ બેવડાયોઃ ૨૦૨૨ને વિદાય અને ૨૦૨૩ને આવકાર માટે થનગનાટ

સારા-નરસા અનુભવો સાથે ૨૦ર૨રનું વર્ષ વિદાયને આરે છે અને નવા ઉત્‍સાહ-ઉમંગ, સપના સાથે ૨૦૨૩નું વર્ષ નજીક આવી રહ્યું છે. એવામાં શનિવારે થર્ટી ફર્સ્‍ટની ઉજવણીને લઇ પાર્ટીરસિયાઓ, શોખીનોમાં હલચલ જોવા મળી રહી છે. વીકેન્‍ડમાં ઉજાણી કરવા માટે પાર્ટીરસિયાઓ ગેલમાં આવી ગયા છે. ૨૦૨રના વર્ષને વિદાય અને ૨૦૨૩ના વર્ષને આવકાર આપવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે.

over-the-weekend-excitement-doubles-over-thirty-first-saying-goodbye-to-2022-and-welcoming-2023-in-rasiyas

છેલ્લાં ત્રણ વર્ષથી કોરોના મહામારીને પગલે થર્ટી ફર્સ્‍ટની ઉજવણી ફિક્કી પડી હતી. ગત વર્ષે પણ વિશ્વભરમાં કોરોના એમિક્રોન વેરિઅન્‍ટની દહેશતને કારણે રાત્રિએ ૧૧ વાગ્‍યે કરફયૂ સહિતના નિયંત્રણો મૂકી દેવાયા હતા. તે સાથે જ મોજ-મસ્‍તી, ડાન્‍સ, ડીનરની પાર્ટી માટે માનીતા થર્ટી ફર્સ્‍ટ સેલિબેશનને પણ કોરોના નડી ગયો હતો. દરમિયાન આ વર્ષે સરકારી નિયંત્રણોથી મુક્‍તિ વચ્‍ચે થર્ટી ફર્સ્‍ટની ઉજવણી થશે. તેમાં પણ વીકેન્‍ડ એટલે કે શનિવાર હોવાને કારણે પાર્ટીરસિયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. રેસ્‍ટોરાં, હોટેલ, મોલમાં થર્ટી ફર્સ્‍ટ સેલિબ્રેશનનો માહોલ દેખાશે

Exit mobile version