Sihor

બાયબાય ૨૦૨૨ : વેલકમ ૨૦૨૩ઃ રાત્રે વિશ્વભરમાં જશ્ન

Published

on

બરફવાળા

ખાટી-મીઠી યાદો સાથે બાયબાય બાવીસ ; ઉત્‍સાહ-ઉમંગ-ઉમળકાભેર ઉજવણી કરવા લોકોમાં થનગનાટઃ રાત્રે ૧૨ વાગતા જ જાણે સુરજ ઉગશે : ડાન્‍સ-ડીજે-ડીનરની ધુમઃ આતશબાજીથી આકાશ ઝળહળશે : હોટલો-રેસ્‍ટોરન્‍ટ-ફાર્મ હાઉસો ઉપરાંત મોટા શહેરોમાં ભવ્‍ય સેલીબ્રેશન : રાતભર ચાલશે પાર્ટીઓ પોલીસ પણ એલર્ટ

૨૦૨૨ના વર્ષને વિદાય આપવા અને ૨૦૨૩ના વર્ષને વેલકમ કરવાનું કાઉન્‍ટડાઉન શરૂ થયું છે. સમગ્ર વિશ્વ આજે રાત્રે જશ્‍નમાં ડૂબશે. કોરોનાની મહામારી વચ્‍ચે છેલ્લા ૩ વર્ષથી થર્ટી ફર્સ્‍ટની જાહેરમાં અને રંગારંગ ઉજવણીને નિયંત્રણોનું ગ્રહણ નડી ગયું હતું. તે સામે આ વખતે થર્ટી ફર્સ્‍ટ સેલિબ્રેશનને લઇને કોઇ કડક નિયંત્રણો નહિ હોવાથી યુવા વર્ગ ઉજવણીને લઇને થનગનાટ અનુભવી રહ્યો છે. તેમાં પણ આજે શનિવાર એટલે કે વીકએન્‍ડ હોવાના કારણે પાર્ટી રસિયાઓનો ઉત્‍સાહ બેવડાઇ ગયો છે. આજે સાંજથી જ પાર્ટીના આયોજન સાથે લોકો થટી ફર્સ્‍ટની ઉજવણીમાં મગ્ન થઇ જશે. આજે શનિવાર અને કાલે રવિવાર હોવાથી લોકો ફરવાના સ્‍થળોએ પહોંચી ગયા છે.

Bye-bye 2022: Welcome 2023: Celebration around the world at night

મોટા શહેરોમાં ભવ્‍યાતી ભવ્‍ય ઉજવણી થવાની છે.આજે લોકો ખાટી-મીઠી યાદો સાથે બાય બાય બાવીસ અને વેલકમ ૨૦૨૩ માટે થનગની રહ્યાં છે. હોટલો-રેસ્‍ટોરન્‍ટ-ફાર્મ હાઉસો વગેરેમાં રાતભર પાર્ટીના આયોજનો થયા છે. રાત્રે ૧૨ વાગતા જ આતશબાજીની ધુમ મચશે. આકાશ રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠશે. નાના-મોટા સૌ કોઇ નવા વર્ષને નવી આશાઓ સાથે આવકારવા થનગની રહ્યાં છે. ૧૨ વાગતા જ સમગ્ર વિશ્વ જશ્‍નમાં ડુબી જશે. કડકડતી ઠંડી વચ્‍ચે ગીત-સંગીતની ધુન પર લોકો ઝુમી ઉઠશે. એટલુ જ નહિ ફટાકડાની પણ ધુમ મચશે. નવા વર્ષને અલગથી વધાવવા યુવા વર્ગે અનેરી તૈયારી કરી છે. દરેકે કંઇક ખાસ કરવાનું આયોજન કર્યું છે.

Advertisement

Trending

Exit mobile version