Botad

એક દિવસ અચાનક વિચાર આવ્યો કે મારે પણ પોલીસ અધિકારી થવું છે ; DYSP અઝીઝ સૈયદના જીવનની રોચક સફર

Published

on

વિશેષ DYSP અઝીઝ સૈયદ
રઘુવીર મકવાણા – સલીમ બરફવાળા

બોટાદ નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા DYPS સૈયદ રાજ્યના પોલીસ બેડામાં મહત્વના કહેવાતા વિભાગોમાં કામ કરી ચુક્યા છે – DYSP સૈયદનું મૂળ વતન બરોડા, બીટકોન મામલે સૈયદની કામગીરી કાબિલેતારીફ રહી છે, અઝીઝ સૈયદ અમિત શાહના હસ્તે સન્માનિત થયા છે

માણસની જીંદગી પણ ક્યારેય પોતાની સ્ક્રિપ્ટ પ્રમાણે ચાલતી નથી આવું જ કંઈક બોટાદમાં DYSP તરીકે ફરજ બજાવતા અને બીટકોન મામલે કાબિલેતારીફ કામગીરી કરનાર ડીવાયએસપી અઝીઝ સૈયદના જીવનમાં પણ બન્યું છે. અઝીઝ સૈયદનું વતન બરોડા, પ્રારંભમાં ક્યારેય અઝીઝ સૈયદને પોલીસમાં જોડાવવાનો વિચાર આવ્યો ન્હોતો, પરંતુ એક દિવસ અચાનક વિચાર આવ્યો કે મારે પણ પોલીસ અધિકારી થવું છે.

One day I suddenly thought that I also want to become a police officer; An interesting journey in the life of DYSP Aziz Syed

2001માં પોલીસ સબઈન્સપેકટરની ભરતી આવી અઝીઝ સૈયદએ પોલીસમાં જોડાવવાનો નિર્ણય કર્યો અને પીએસઆઈની પરિક્ષા આપી, અને નસીબના જોગે પરિક્ષામાં પાસ થયા અઝીઝ સૈયદએ પોલીસ સબ ઈન્સપેકટર તરીકે પોતાની કેરિયરનો પ્રારંભ કર્યો. અસામાન્ય સ્થિતિ નિર્માણ થાય ત્યારે પોતાના જીવની ચિતા કર્યા વગર કુદી પાડવાની અઝીઝ સૈયદને ટેવ, પીએસઆઈ થી લઇ ડીવાયએસપી સુધીની કેરિયરમાં અનેક મોટા ઓપરેશનો પાર પાડ્યા જેના કારણે અસંખ્ય ઘટનાઓમાં અઝીઝ સૈયદની કામગીરી કાબીલેતારીફ રહી, ખાસ કરી તાજેતરમાં બહુચર્ચિત બીટકોન મામલે ભારત સરકારે કદર રૂપે અઝીઝ સૈયદને શૌર્ય ચંદ્રક દ્વારા સન્માનીત કર્યા હતા.

ચહેરા ઉપરથી મૃદુ લાગતા અઝીઝ સૈયદની ખાસીયત છે કે ગુનેગાર હોય કે ગુનાખોરી સ્થિતિ ક્ષણમાં પારખી લેવાની તેમની આવડત છે. તેમની જમણા હાથે કરેલુ કામ ડાબા હાથથી ગુપ્ત રાખવાની ક્ષમતાને કારણે અનેક અધિકારીઓના વિશ્વાસુ રહ્યા છે. આમ હમણાં સુધીની અઝીઝ સૈયદની સફર રોમાંચક રહી છે. ગૃહ વિભાગના આદેશ બાદ હવે તેઓ બોટાદમાં ફરજ બજાવે છે, આમ તેઓ 2001માં પીએસઆઈની ભરતીમાં પરિક્ષા પાસ કરી તેઓ ગુજરાત પોલીસનો હિસ્સો બન્યા હતા. ગુજરાતની સાહિત્યની સારી જાણકારી સાથે સાહિત્યકારો સાથે મિત્રતા રાખવાનો તેમનો શોખ છે. અઝીઝ સૈયદ વાતચીતના અંતે એક લિટીમાં કહે છે કે પ્રજાનું રક્ષણ એ જીવન મંત્ર છે

Advertisement

Exit mobile version