Bhavnagar
કેનેડામાં 9 દિવસથી ગુમ થયેલા ભાવનગરના સીદસર ગામના યુવકની લાશ મળી : પિતા Dysp તરીકે પાલનપુરમાં ફરજ બજાવે છે
બરફવાળા
મૃતકના મિત્રોએ પરિવારને જાણ કરી તેમ જ તેના ગુમ થવાની ત્યાંની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ; ભાવનગરના સિદસરનો આયુષ નામનો યુવક કેનેડામાં યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો
વિદેશમાં રહેતાં ગુજરાતીઓના મોતના કિસ્સા વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. કેનેડાના ટોરેન્ટોમાં ગુમ થયા બાદ ભાવનગરના યુવકનું મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીની સિક્યોરિટીમાં રહી ચૂકેલા DySPનો દીકરો સાત દિવસ પહેલાં ગુમ થયો હતો. હવે તેની લાશ મળતાં જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો પ્રમાણે તત્કાલિન મુખ્યમંત્રી મોદીની સિક્યોરિટીમાં રહેલાં ડીવાયએસપીનો દીકરો છેલ્લા 9 દિવસથી કેનેડામાં ગુમ હતો. તેના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે મૃતક એક મિત્રને એસાઈનમેન્ટ આપવા માટે જઈ રહ્યો હતો.
ત્યાર બાદ મોડી રાત સુધી ઘરે પરત ફર્યો ન હતો એટલે મિત્રોને ચિંતા થઈ હતી. ત્યાર બાદ તેના મિત્રોએ પરિવારને જાણ કરી તેમ જ તેના ગુમ થવાની ત્યાંની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એના બીજા દિવસે કેનેડા પોલીસને તેની લાશ મળી આવી હતી. વિગતો મુજબ મૂળ ભાવનગરના સિદસર ગામના આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવેલ York યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. જોકે 5 મેના રોજ અચાનક આ યુવક ગુમ થઈ ગયો હતો. આ તરફ ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળતા હડકંપ મચી ગયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક વિદ્યાર્થીના પિતા રમેશભાઈ ડાખરા Dysp તરીકે ફરજ બજાવે છે. આયુષના પિતા રમેશભાઈ DySP છે અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવી રહ્યા છે.