Sihor

સિહોર શહેરમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગ – દોરી ખરીદવા ગ્રાહકોની ભીડ ઉમટી

Published

on

દેવરાજ

  • મંદીના માહોલ પછી અચાનક બજારોમાં તેજી આવી, પતંગ-દોરી ઉપરાંત મીઠાઈ, ચિક્કી, ટોપી, ગોગલ્સ સહિતની ધૂમ ખરીદીથી વેપારીઓ ખુશ

સિહોર શહેરમાં ઉતરાયણની પૂર્વસંધ્યાએ બજારોમાં ભારે ભીડ ઉમટેલી જોવા મળી હતી. દુકાનદારો અને વેપારીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતો તો પ્રજાજનોએ ભરપૂર ખરીદી કરીને પતંગોત્સવની મનભરીને ઉજવણી કરવાની તૈયારી બતાવી હતી.

On the eve of Uttarayan in Sihore, customers thronged to buy kite-strings

છેલ્લા પંદર દિવસથી પતંગબજારમાં જોવા મળેલા મંદીના માહોલ પછી આજે અચાનક ઉછાળો જોવા મળ્યો હતો. સિહોર શહેરમાં મોડી સાંજે ઉતરાયણ માટેની ચીજવસ્તુઓ ખરીદવા માટે નગરજનો અને આસપાસના ગ્રામજનો ઉમટી પડયા હતા.  છેલ્લા ઘણા સમયથી મંદ ભાસતો માર્કેટનો માહોલ ઉતરાયણના એક દિવસ પહેલાં તેજીમય બન્યો હતો. સંતરામ રોડ પર લારીઓ,દુકાનો ને હાટડીઓમાં પતંગ, દોરી, મીઠાઈઓ, ચીક્કી ઉપરાંત તાજાં શાકભાજી, ફળો, વસ્ત્રો, ફેન્સી મહોરા, વગાડવાના પીપુડીઓ અને ભોપુ જેવી તમામ ચીજવસ્તુઓ લેવા ધસારો જોવા મળ્યો હતો.

On the eve of Uttarayan in Sihore, customers thronged to buy kite-strings

દુકાનોથી લઈ હાટડીઓ અને લારીઓવાળા વેપારીઓને પણ ઉત્સવ નિમિત્તે સારો વકરો થયો હોવાનું વેપારીવર્ગ જણાવી રહ્યા છે ઉતરાયણની ખરીદી માટે ઉમટેલા ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. સિહોરવાસીઓએ પણ ઉત્સવના માહોલને માણવા ભરપૂર ખરીદી કરી હતી. બપોરથી બજાર ઊભરાવવાના શરૂ થઈ ગયાં હતાં

Exit mobile version