Bhavnagar

NSUI હલ્લાબોલ કરશે : ભાવનગર યુનિવર્સિટીમાં ઉત્તરવહી કાંડ સહિતના ત્રણ મુદ્દે વિરોધ પ્રદર્શિત કરશે

Published

on

પવાર

NSUI ના જિલ્લા પ્રમુખ અર્ષમાન બ્લોચ આકરા પાણીએ, ત્રણ મુદ્દાનું અલ્ટીમેટમ, નિરાકરણ નહિ તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી

ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ અંગે જિલ્લા એનએસયુઆઇ દ્વારા વિદ્યાર્થીઓના મહત્વના પાંચ મુદ્દાઓ અંગે યુનિવર્સિટી ખાતે હલ્લાબોલ કરી કુલપતિ સમક્ષ તાત્કાલિક નિરાકરણ લાવવા ઉગ્ર રજૂઆત કરશે, NSUI ના જિલ્લા પ્રમુખ અર્ષમાન બ્લોચની આવેલી અખબાર યાદીમાં જણાવ્યું છે કે NSUI દ્રારા અગાઉ રજુ થયેલ વિવિધ માંગણીઓનું નિરાકરણ લાવો (૧)પ્રથમ વર્ષમાં બાહ્ય અભ્યાસ ક્રમમાં પ્રવેશ પ્રક્રિયા બાબત (૨)ઉત્તરવહી કાંડમાં વિધાર્થી સિવાય ત્યારબાદ વ્યક્તિ સામે તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ કરવા અંગે તેમજ પેપર લીક કાંડમાં હજુ પણ મુખ્ય આરોપી સુપીટ બોડ ની પોલીસ દ્વારા ધરપકડ ન થયેલ હોય યુનિવર્સિટી દ્વારા માનનીય આઈ.જી સાહેબ ને પત્ર લખી ધરપકડ બાબતે રજૂઆત કરવામાં આવે.

NSUI will make a ruckus: Protests will be held on three issues including the Uttaravahi scandal in Bhavnagar University

(૩) બાહ્ય અભ્યાસક્રમ વિભાગ ૧ જુને શરૂ થનાર પરીક્ષામાં તાલુકા કક્ષાએ કેન્દ્ર ની ફાળવણી કરેલી નહોય તેથી તમામ તાલુકાના વિધાર્થીઓની યુનિવર્સિટી ના સતાધીશો દ્રારા યુનિ.ની હોસ્ટેલ માં વિનામુલ્યે પરીક્ષાદરમિયાન રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવે આ તમામ બાબતો ઉપર તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં આવે અન્યથા એન.એસ.યુ.આઈ દ્રારા આંદોલન કરવામાં આવશે તેમની સંપુર્ણ જવાબદારી યુનિ.ના સતાધીશો ની રહેશે તેવું બ્લોચે જણાવ્યું છે

Advertisement

Exit mobile version