Sihor

સિહોર – કડકી નગરપાલિકાનું બેદરકાર તંત્ર ; ધોળે દિવસે અજવાળા

Published

on

પવાર

દાદાની વાવ થી સર્વોત્તમ ડેરી સુધીની લાઈટો ધોળા દિવસે શરૂ – વીજળી વિભાગની બેદરકારી નજરે ચડી ગઈ

સિહોર નગરપાલિકા તંત્રમાં અંધેર નગરી અને ગંડું રાજા જેવી બની ગઈ છે એમાં ઉપરથી હવે અધિકારીના હાથમાં શાસન આવતા કર્મચારીઓ બેફિકર બનીને બેજવાબદાર બની ગયા છે જે વાંરવાર લોકોની નજરે ચડી જ રહ્યું છે. જ્યારે આજે સિહોરના સર્વોત્તમ વિસ્તાર સુધીની સ્ટ્રીટ લાઈટો ધોળા દિવસે અજવાળા પાડીને પાલિકાની તિજોરીનું ભારણ વધારી રહી હતી. એક તરફ કર્મચારીઓ ના ત્રણ ત્રણ મહિના ના પગાર બાકી છે વીજ કંપનીઓના કરોડો રૂપિયાના બિલ ચૂકવાના બાકી છે અને આ કર્મચારીઓ બેફિકર થઈને પોતાની અણઆવડત સાબિત કરી રહ્યા છે.

Negligent system of Sihore-Kadki Municipality; Day light

ત્યારે આ ઘણીયાળી વગરની બની ગયેલ નગરપાલિકા ઉપર કોઈ જવાબદાર અધિકારી પોતાની જવાબદારી સમજીને કર્મચારીઓ સામેં લાલ આંખ કરે તે હવે જરૂરી છે. આ કર્મચારીઓ ની લાલીયાવડી જોતા તો લોકોને લાગી જ રહ્યું છે કે વહીવટદાર ચીફ ઓફિસર નો કોઈ હોલ્ડ પાલિકાના એક પણ કર્મચારીઓ ઉપર છે જ નહીં તો આવા વહીવટદાર ની જરૂર શુ છે સિહોર નગરપાલિકા ને કેમ કે અંતે નુકશાન તો પ્રજાની કમર ઉપર જ આવવાનું છે. સમગ્ર મામલે કોંગ્રેસના પીઠ અગ્રણી કિશનભાઈ મહેતા એ પોતાનો રોષ વ્યકત કરીને કહ્યું હતું કે સિહોર નગરપાલિકા એ દેવાળું ફુક્યું છે.

Advertisement

Exit mobile version