Bhavnagar
ભાવનગરના સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 30થી વધુ મકાનોને સીલ કરાયા
દેવરાજ
- આવાસના મકાન ભાડે આપવા મોંઘા પડ્યા
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 30થી વધુ આવાસોને આજે સવારે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યા હતા. કેટલાક લાભાર્થીઓએ આવાસ મેળવી ભાડે આપી દીધા હોવાનું મનપાના ધ્યાન પર આવતા થોડા દિવસ પહેલા 271 આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ આજે સિલિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલના હમીરજી પાર્ક પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આવેલા છે.
જેમાં આ આવસ યોજનાના 1088 પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ફાળવવામાં આવ્યા હતા તેમાંથી થોડા દિવસ પૂર્વે 271 આસામીઓને પોતાના આવાસ ભાડે આપવા બદલ ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા નોટિસ પાઠવી હતી, પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવાસ યોજનાના આવાસ 7 વર્ષ સુધી વેચી શકાતા નથી કે ભાડે આપી શકાતા નથી. તેવી જોગવાઈ છે છતાં પણ ભાડે આપતા મહાનગરપાલિકા દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1088 આવસો સામે 271 આસામીઓએ આવાસનને ભાડે આપેલા હોવાથી આજે ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે સ્થળ પર પહોંચે 30થી વધુ આવાસોને સીલ માર્યા હતા