Bhavnagar

મોદીમંત્ર એટલે રાષ્ટ્રનું હિત, રાષ્ટ્રનો વિકાસ, રાષ્ટ્રની સુરક્ષા ; ધવલ દવે

Published

on

કુવાડિયા

આવતીકાલે લોકશાહીના મહાપર્વમાં સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર કમળ ખીલવવા મતદારોને ધવલ દવેની અપીલ : નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનતાની સાથે જ ઉન્નતિ અને સમૃધ્ધિના દ્વાર ખુલ્યાઃ ગુજરાતે હેતથી કેન્દ્રમાં મોકલ્યા અને કેન્દ્રમાં રહ્યું ગુજરાતનું હિત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા જનહિતલક્ષી અનેકવિધ યોજનાઓનો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા સુદૃઢ રીતે અમલ થઈ રહ્યો છે. જેના પ્રભાવક પરિણામો આપણને સૌને પ્રાપ્ત થઈ રહ્યાં છે. ગુજરાતમાં વિક્રમજનક રીતે સતત ૧૨ વર્ષ સુધી વિકાસલક્ષી ગુડ ગવર્નન્સ દ્વારા દેશ- દુનિયાને વિકાસનું ‘ગુજરાત મોડલ’ આપનારા ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બનતાં ગુજરાતની ઉન્નતિ અને સમૃદ્ધિના માર્ગો ખુલી ગયા છે. આજે મોદીમંત્ર જોવા મળી રહ્યો છે. મોદીમંત્ર એટલે રાષ્ટ્રનું હિત, રાષ્ટ્રનો વિકાસ, રાષ્ટ્રની સુરક્ષા..

મારો, તમારો, સૌ કોઈનો મત મોદીમંત્રને મળવો જોઈએ. તેમ ભાજપ યુવા નેતા ધવલ દવેએ જણાવાયું છે. ગુજરાતે હેતથી નરેન્દ્રભાઈ મોદીને કેન્દ્રમાં મોકલ્યા અને નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્રમાં રહ્યું ગુજરાતનું હિત. ગુજરાતને જાણે મોસાળે જમણ અને મા પીરસનાર હોય એમ અનેક યોજનાઓનો લાભ સૌથી પહેલા અને સૌથી વધુ મળ્યો છે. નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર-રાજ્યની ડબલ એન્જીન ભાજપ સરકાર એક છે અને તેના ફાયદા અનેકાનેક છે. તેમ ધવલ દવેએ જણાવી ભાવનગર સહિત સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતની બેઠક પરથી લડી રહેલા ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતી સાથે ચૂંટી કાઢી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હાથ મજબૂત કરવાનું દવેએ આહવાન કર્યું છે

Trending

Exit mobile version