Bhavnagar

કેન્દ્રમાં નરેન્દ્રભાઇ અને રાજયમાં ભુપેન્દ્રભાઇની ડબલ એન્જીન સરકારથી વિકાસને નવી ઉંચાઇ મળી : ધવલ દવે

Published

on

મિલન કુવાડિયા

સુરેન્દ્રનગરમાં નરેન્‍દ્રભાઇની સભા માટે તડામાર તૈયારીઓ, સભાની તમામ તૈયારીની જવાબદારી માટે ધવલ દવેને પ્રદેશ દ્વારા જવાબદારી સોપાઈ, મિટીંગોનો ધમધમાટ ; દવેએ કહ્યું ભાજપ ઉમેદવારોને પ્રચંડ બહુમતી સાથે જીતાડવા કાર્યકર્તા-જનતામાં અનેરો ઉત્સાહ : વિપક્ષની વિખવાદ-વિવાદની ચાલ નિષ્ફળ જશે, ભાજપના સૌનો સાથ, સૌનો વિકાસમંત્ર એટલે કે વિકાસવાદનો વિજય થશે

સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી જનસભા સંબોધન કરવા આવી રહ્યા છે જે સભાની સંપૂર્ણ જવાબદારી મૂળ સિહોરના ધવલ દવે સંભાળી રહ્યા છે તમામ તૈયારીઓ, હેલીપેડ, વિશાળ ડોમ વિશાળ પાર્કિંગની વ્‍યવસ્‍થા અને એક લાખ જન્મેદની ઉપસ્‍થિત કરવાની સંપૂર્ણ તૈયારિનું મોનિટરિંગ કરવાની જવાબદારી પ્રદેશના નેતા ધવલ દવેને આપવામાં આવી છે, સાથે તમામ મોરચાઓ સાથે બેઠકો મિટિંગો પણ દવે લઈ રહ્યા છે નરેન્‍દ્ર મોદીની સભાને સફળ કરવા માટે જહેમત ઉઢાવી રહ્યા છે. દવેએ કહ્યું હતું કે લોકશાહીના મહાપર્વ વિધાનસભા ચૂંટણીઓ લઈ રાજકીય પક્ષના કાર્યકરોથી લઈ આગેવાનોમાં જીત મેળવવાનો તો ઉત્સાહ હોય જ છે, આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારોને પ્રચંડ બહુમતી સાથે જીતાડવાનો જનતામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જનતા પોતાના પ્રિય જનપ્રતિનિધિને ચૂંટી કાઢવા માટે ઉત્સુક છે. ભાજપના મોવડીમંડળ દ્વારા જાહેર કરેલા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો પોતાના પ્રચાર-પ્રસારમાં લાગી ચૂક્યા છે.તેમણે કહ્યું છે કે, ફરી એકવાર ભાજપ સરકારના બુલંદ નારા સાથે ચોમેર આનંદ-ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. દવેએ વધૂમાં કહ્યું કે ગુજરાતની જનતા હંમેશા ભાજપને મત આપતી આવી છે અને ભાજપે હંમેશા ગુજરાતને માંગ્યા કરતા વધુ આપતું આવ્યું છે. કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર હોવાના ફાયદાઓ પણ ગુજરાતની જનતા જાણી ચૂકી છે અને આ વિધાનસભા ચૂંટણીમાં પણ કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીન સરકાર વિક્રમજનક જીત મેળવશે. પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ગુજરાતીઓ પોતાના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને પ્રજાપ્રિય રાજકીય પક્ષ ભાજપને મત આપતા આવ્યા છે અને આગામી ચૂંટણીમાં પણ કમળના નિશાનને ચૂંટી મતદારો ખોબલેખોબલે મત આપશે. કમળના નિશાન પર ભાજપને એક-એક વ્યક્તિનો મત એટલે ગુજરાતના વિકાસને અવિરત રાખવામાં સૌની જનભાગીદારી.

Trending

Exit mobile version