Gujarat

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયા કિનારે લગાવ્યું 1 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના

Published

on

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ જોવા મળે રહ્યો છે. ગઈકાલે ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો ત્યારે આજે દરિયા કરંટ જોવા મળી રહ્યો છે જેમને લઈ દરિયા વિસ્તારોમાં સૌરાષ્ટ્રના કેટલાય બંદરો પર એક નંબર લગાવી દેવામાં આવ્યું છે.

દરિયો ન ખેડવાની સૂચના

ગીર સોમનાથના વેરાવળ બંદર અને અમરેલીના જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં ભારે કરંટ જોવા મળતા સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને આગામી 24 કલાક સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોનો પોતાનો માલસામાન સુરક્ષિત સ્થળે રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.

રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ સજ્જ

હવામાન વિભાગ લઈ ત્રણ દિવસથી મગફળીની આવક બંધ કરવામાં આવી છે. વરસાદથી રક્ષણ માટે યાર્ડમાં મગફળીના ઢગલા ઉપર પ્લાસ્ટિક અને તાલપત્રી લગાવવામાં આવ્યા છે. યાર્ડમાં હાલમાં 20 હજાર ગુણી મગફળી હતી. જેમાંથી 10 હજારનું વેચાણ થઈ ગયું છે જ્યારે 10 હજાર વેચાઇ નથી. હાલમાં કપાસ અને મગફળી યાર્ડમાં પૂરતા પ્રમાણમાં છે. જેમાં કપાસને રક્ષણ માટે શેડની વ્યવસ્થા છે. આવતા વર્ષે ગમે તેવું માવઠું પડે પરંતુ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડની મગફળીને નુકસાન ન થાય તે માટે શેડ ઊભો કરવામાં આવશે.

Advertisement

હળવો કમોસમી વરસાદ વરસી શકે

હમાવાન વિભાગની આગાહી અનુસાર, 15 અને 16 ડિસેમ્બરના રોજ અમદાવાદ, ખેડા, આણંદ, મહિસાગર, અરવલ્લી, તાપી, ડાંગ, સુરત, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, બોટાદ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓમાં હળવો કમોસમી વરસાદ વરસી શકે છે.

Trending

Exit mobile version