Gujarat

ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી : અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Published

on

દેવરાજ

  • ૨૨-૨૬ ફેબ્રુઆરી દરમિયાન માવઠાની શક્યતા, ફેબ્રુઆરીથી  જ‌ ઉનાળાની ગરમીનો અહેસાસ થશે

આ વર્ષે ઠંડીએ ગુજરાતીઓના ગાત્રો થિજાવી દીધા‌‌છે. વર્ષો બાદ ગુજરાતીઓએ આવી કાતિલ ઠંડી અનુભવી છે. ત્યારે માંડ હવે ઠંડીથી રાહત મળી છે. ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના અંતમાં માવઠુ પડ્યુ હતું, ત્યારે ફરી એકવાર ગુજરાતમાં માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી કરાઈ છે. અંબાલાલ પટેલ દ્વારા આગામી તા.૨૨થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શકચતા છે. ત્યારે આ માવઠું ફરી એકવાર ખેડૂતો માટે મુસીબતોનું માવઠું બની રહેશે. જાન્યુઆરી મહિનાના અંતમાં આવેલા માવઠાએ ખેડૂતોને બરબાદ કર્યા. ઠંડીમાં પાકેલા પાકને નુકસાની સહન કરવી પડી.

Mawtha forecast in Gujarat once again: Ambalal Patel made a big prediction

ત્યારે ફરી એકવાર આવી રહેલું માવઠું ખેડૂતોને રાત પાણીએ રડાવશે. અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું કે, તારીખ ૨૨-૨૬ ફેબ્રુઆરી દરમિયાન માવઠાની શક્યતા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. ૨૬ એપ્રિલથી ૪૫ ડિગ્રી ઉપર તાપમાન રહેવાની શક્યતા છે. તો ગરમ પવનો વધવાની પણ શક્યતા છે. પરંતુ જો તમે વિચારતા હશો કે, હવે ઉનાળો સારો જાય તો સારું, તો તમે ખોટા છો, કારણ કે આ વર્ષે ઉનાળો આકરો બની રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ કડકડતી ઠંડી બાદ હવે ઉનાળાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, ૨૦૨૩ નો ઉનાળો આકરો બની રહેશે. તેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. ૧૩ ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે. આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ૧૯/૨૦ ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે. મહત્તમ તાપમાન સમયે ૩૭ ડિગ્રી રહેવાની શક્યતા છે.

Exit mobile version