Gujarat

ગુજરાતમાં આ તારીખથી ફરી સક્રિય થશે વરસાદી સિસ્ટમ

Published

on

આજે ફરી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જેમાં વાત કરીએ તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથમાં આજે સારો એવો વરસાદ પડી શકે છે. તો બીજી બાજુ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં પણ સારો એવો વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ અને વલસાડમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા છે. મહત્વનું છે કે, રાજ્યમાં ફરીવાર તારીખ 6થી 8 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

વધુમાં તમને જણાવી દઇએ કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં બીજું વહન શરૂ થવાની તૈયારી છે. ત્યારે તારીખ 6થી 8 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જ્યારે 11 અને 12 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં ફરી વરસાદ થવાની શક્યતા રહેલી છે. નવરાત્રિના સમયમાં રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ પડશે. તો તારીખ 10 ઓક્ટોબરની આસપાસ પણ રાજ્યમાં વરસાદ વરસી શકે છે. એ સિવાય સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. તો ઓક્ટોબર અને નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો બીજી બાજુ છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. છોટા ઉદેપુરમાં નસવાડી અને અંતરિયાળ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેમાં કડુલી, મહુડી અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

ગઇકાલે પણ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. જેમાં વલસાડ જિલ્લામાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. ઉમરગામ અને નારગોલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વાદળછાયા વાતાવરણની વચ્ચે જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version