Bhavnagar

ભાવનગર જિલ્લામાં માવઠુ : સિહોર સહિત જિલ્લામાં ઠેર-ઠેર વાદળીયુ વાતાવરણ

Published

on

પવાર

ભાવનગર સહિત સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થઇ રહેલા વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસર દેખાઇ, સર્વત્ર ભરશિયાળે ઠંડી ગાયબ : મોટા ભાગનાં સ્થળોએ 20 ડિગ્રી ઉપર લઘુતમ તાપમાન નોંધાયુ : કાલથી ફરી ક્રમશ : ઠંડી વધવાનો હવામાન ખાતાનો નિર્દેશ

ભાવનગર સહિત સૌરાષ્ટ્ર ઉપરથી વેર્સ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઇ રહ્યું હોય ગઇકાલની જેમ આજરોજ પણ સવારનાં ભાગે અનેક સ્થળોએ આંશિક વાદળછાયુ વાતાવરણ છવાયુ હતું અને ભાવનગર જિલ્લામાં માવઠાની અસર વર્તાય હતી. ભાવનગર જિલ્લાના બગદાણા, મહુવા અને માલાપરામાં સવારે ઝરમર વરસાદ પડયાના અહેવાલો છે. ભાવનગરમાંથી મળતા અહેવાલો મુજબ ભાવનગર જિલ્લાના બગદાણામાં આજે સવારે ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો છે. બગદાણા ઉપરાંત માલપરા અને મહુવાના ગ્રામ્ય પંથકમાં પણ સવારે ધીમીધારે વરસાદ શરૂ થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ગોહિલવાડ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે બુધવારે સવારથી જ જિલ્લાના અનેક ગામોમાં વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યું હતું.

અને મહુવા ,બગદાણા અને માલપરા ગામમાં સવારે વરસાદ શરૂ થયો છે. ભર શિયાળે માવઠું થતાં પાકને નુકસાન થવા ની સંભાવના છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સવારે 10 કલાકે બગદાણા અને આજુબાજુ ના ગ્રામ્ય પંથકમાં ઝરમર ઝરમર વરસાદ ચાલુ હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. દરમ્યાન રાજયમાં ભરશિયાળાની મૌસમ છતાં આજે પણ ઠંડી સાવ ગાયબ થઇ ગઇ હતી. હવામાન વિભાગે આ પ્રકારનું હવામાન આજે પણ રહેવાની ગઇકાલે આગાહી કરી હતી. જોકે આવતીકાલ તા.15થી ફરી ક્રમશ: ઠંડી વધવાનો નિર્દેશ હવામાન ખાતાએ આપેલ છે.

આકાશમાં ધીમે ધીમે વાદળો ભરશિયાળે ખડકાય રહેલા જોવા મળી રહ્યા છે. ગરમીનું પ્રમાણ વધવા પામતા ઠંડી ગાયબ થઇ જવા પામી છે. હજુ તો માંડ ઠંડીની શરૂઆત થઇ ત્યાં જ ફરી ચોમાસા જેવો માહોલ સર્જાતા શિયાળુ પાક ઉપર માઠી અસર થવા પામી રહી છે.આંબે મોર આવેલ છે તેમાં મોટી નુકસાની થવાની ભીતિ ઉભી થવા પામી છે. આજકાલમાં વરસાદ માવઠા પડશે તો રવિપાક ઘઉં, ચણા, જીરૂ, ધાણા, ઇસબગુલ, ડુંગળી, લસણ, મેથી, કપાસ, તુવેર સહિતના પાકો ઉપરાંત શાકભાજીનાં વાવેતરમાં મોટી અસર પડશે.

Advertisement

Trending

Exit mobile version