Ahmedabad

શહીદ મહિપાલસિંહ અમર રહો, અંતિમ સફરે વીર જવાન, CM ભૂપેન્દ્ર પટેલ શ્રદ્ધાંજલિ પાઠવવા અમદાવાદ પહોંચ્યા

Published

on

Barafvala

વીર જવાનનો પાર્થિવ દેવ હવાઈ માર્ગે અમદાવાદ લાવવામાં આવ્યો, શ્રીનગરમાં શહીદ મહિપાલસિંહ વાળાને અપાયું ગાર્ડ ઓફ ઓનર, સંતાનનું મોઢું જુએ તે પહેલા જ અનંતની યાત્રાએ નિકળ્યા શહીદ મહિપાલસિંહ, પતિને શ્રદ્ધાંજલિ આપવા પત્ની પહોંચતા આખું અમદાવાદ હિબકે ચડ્યું

શહીદ વીર મહિપાલસિંહ વાળાના નશ્વરદેહને અમદાવાદ એરપોર્ટથી વિરાટનગર તેમના નિવાસસ્થાન લાવવામાં આવ્યો હતો. જ્યાં વીરને અંતિમ વિદાઈ આપવા હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. શહીદ વીર મહિપાલસિંહ વાળાના નશ્વરદેહને અમદાવાદ એરપોર્ટથી વિરાટનગર તેમના નિવાસસ્થાન લાવવામાં આવ્યો હતો. જ્યાં વીરને અંતિમ વિદાઈ આપવા હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. શહીદ વીરનોનો પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શહીદના પત્ની પતિને અંતિમ વિદાઈ આપવા પહોંચતા વાતાવરણ ગમગીન થયું હતું અને ત્યાં હાજર સૌ કોઈની આંખો આંસુથી ભીજાઈ હતી. આમ સંતાનનું મુખ જુએ તો પહેલા જ અનંતની યાત્રાએ મહિપાલસિંહ નિકળ્યા. તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહીદ મહિપાલસિંહ વાળાને શ્રધ્ધાંજલા આપવા પહોચ્યા હતા.

Martyr Mahipal Singh Amar Raho, Veer Jawan on his last journey, CM Bhupendra Patel arrives in Ahmedabad to pay tribute

શહીદ મહીપાલસિંહને નાનપણથી સેનામાં જવાની ઈચ્છા હતી. તો બીજીતરફ 15 ઓગસ્ટે જ મહીપાલસિંહનો જન્મદિવસ દિવસ હતો. તેમના 3 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. હાલમા તેમના પત્ની ગર્ભવતી છે. સંતાનનું મોઢું જોવે તે પહેલા જ મહિપાલ સિંહ મા ભોગની રક્ષા કાજે શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં થયેલ અથડામણમાં 3 જવાનો શહીદ થતયા હતા. તેમાના એક મહિપાલસિંહ વાળા પણ હતા. વિરાટનગર નિવાસસ્થાને હિન્દુ વિધિ પૂર્ણ કર્યા બાદ અંતિમ દર્શન માટે પાર્થિવદેહને ચોગાનમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં હજારોની સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. વિરાટનગર રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો શ્રધ્ધાંજલિ આપવા ભેગા થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શ્રધ્ધાંજલિ પાઠવી હતી. તેમની સાથે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય પાયલ કૂકરાણી,અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પણ શહિદ મહિપાલસિંહને શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ નેતા મનિષ દોશી અને શૈલેષ પરમાર સહિતના આગેવાનોએ જવાનને અંતિમ વિદાઈ આપી હતી.

Advertisement

Trending

Exit mobile version