Sihor
મન કી બાત ; PM મોદીએ 39 દિવસની નાની ઓર્ગન ડોનરના માતા-પિતા સાથે કરી વાત ; કર્યું હતું કિડનીનું દાન
પવાર
સિહોર ભાજપના કાર્યકરો દ્વારા મનકી બાત કાર્યક્રમ નિહાળ્યો
ભાવનગર જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી આર.સી.મકવાણાજીની સૂચના મુજબ આજે સિહોર શહેરમાં મન કી બાત કાર્યક્રમ જીલ્લા યુવા ઉપાધ્યક્ષ ધ્રુવ ભટ્ટ ના ઘરે નિહાળવામાં આવ્યો આ કાર્યક્રમમાં સિહોર શહેર ના ઉપપ્રમુખ્ હરપાલસિંહ ગોહિલ, નગરપાલિકાના પૂર્વ ચેરમેન્ અલ્પેશભાઈ ત્રિવેદી,ૐ ક્લાસિસ ના સંચાલક (કનક સર) પ્રશાંતભાઈ ખંડુરી લાલાભાઇ રાઠોડ (બટેટાવાલા), અમૃતભાઈ રાઠોડ, બૂથ સમિતિના પ્રમુખ હાર્દિક બાલધિયા,અમિતભાઇ પરમાર, મિતેષ બારૈયા સહિત કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં સુખબીરસિંહ સંધુ અને તેમની પત્ની સુપ્રીત કૌર સાથે વાત કરી હતી. તેમની પુત્રી અબાબતનું 39 દિવસની ઉંમરે અવસાન થયું હતું. તેણે બાળકીના અંગનું દાન કર્યું હતું.
તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાત માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના અમૃતસરમાં રહેતા સુખબીર સિંહ સંધુ અને તેમની પત્ની સુપ્રીત કૌર સાથે વાત કરી હતી. તેમની પુત્રી અબાબત કૌરનું 39 દિવસની વયે અવસાન થયું હતું. તેમણે દીકરીના અંગ દાન કરવાનો નિર્ણય લીધો હતો. અંગદાન કરનાર અબાબત ભારતમાં સૌથી નાની બાળકી હતી.