Bhavnagar

માલધારી સમાજ ભાજપને પોતાની તાકાત બતાવશે : અમિત લવતુકા

Published

on

Devraj

  • માલધારી સમાજના નામે મત લીધા બાદ સરકાર દ્વારા એ જ માલધારીઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે, માલધારી સમાજ ભાજપ વિરોધ સ્વંયભુ મતદાન કરે ; અમિત લવતુકા

મતદાનના હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે ત્યાં માલધારી સમાજના અમિત લવતુકાએ ભાજપ વિરોધ મતદાન કરવાનું આહવાન કર્યું છે.પહેલા ગાયના નામે મત લીધા બાદ ભાજપ સરકાર એ જ ગાયનું પાલન કરતા ગાય માતાના દીકરાને માલધારીને જેલમાં ધકેલી રહ્યા છે. ગુજરાતમાં વસતા ૭૦ લાખથી પણ વધારે ભરવાડ રબારી સમાજનું આજીવિકાનું એકમાત્ર સાધન એટલે પશુપાલન કરતો સમાજનું જીવન નિર્વાહ કરતો હોય છે. પરંતુ આ ભાજપ સરકાર દ્વારા હાઇકોર્ટના આદેશની આડમાં માલધારીના ઘરમાં ઘુસી બાંધેલી ગાયને પકડવામાં આવે છે. નિર્દોશ યુવાનોને પાસા હેઠળ જેલમાં પુરવામાં આવે છે.

ગુજરાતમાં ભરવાડ રબારી સમાજના ૨૦થી પણ વધારે યુવાનોને પાસા કરી જેલમાં પૂર્યા વડોદરામાં એક માલધારી યુવાનને બે વર્ષની સજા ફટકારવામાં આવી જેલમાં પૂરવામાં આવ્‍યો આ બધી ભાજપ સરકારની માલધારી પ્રત્‍યેની ધુણા અને અન્‍યાય નીતિ સામે માલધારી સમાજ દ્વારા કોંગ્રેસને સંપૂર્ણ સમર્થન આપી કોંગ્રેસ તરફે મતદાન કરી પોતાનો રોષ ઠાલવશે. ગુજરાત કોંગ્રેસ માલધારી સેલના પ્રદેશ પ્રમુખ અમિત લવતુકાએ વધુમાં કહ્યુ કે આ વિધાનસભાની ચૂંટણીમાં માલધારી સમાજ ભાજપ વિરોધમાં મતદાન કરશે. લવતુંકાએ ભાજપ વિરોધી મતદાન કરી સરકારની સાન ઠેકાણે લાવવા સમાજને આહવાન કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે,અમારી બેન-દીકરીઓ પર અત્યાચાર ગુજારાયો હતો, જેથી ભાજપની સાન ઠેકાણે લાવવા સમગ્ર ગુજરાતમાં માલધારીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. સરકારની શાન ઠેકાણે આવે. દેશમાં મોટી સંખ્યામાં માલધારીઓ વસે છે, પરંતુ આપણો મત જ આપણને અધિકાર અપાવી શકે છે. તે આવતીકાલે બતાવી દેવાનો સમય છે તેવુ લવતુકાએ જણાવ્યું હતું

Trending

Exit mobile version