Sihor
મહિલાઓ પગભર થાય તેની ચિંતા હંમેશા મહિલા મંડળે કરી છે ; ઇલાબેન – પન્નાબેન
પવાર
- લીલાવતીબેન મહેતા પરિવાર તરફથી સિહોર મહિલા મંડળને 5 કોમ્પ્યુટરની ભેટ ; મહિલાઓ હવે કોમ્પ્યુટર શીખશે ; સિહોરનું ગળપુલે મહિલા મંડળ મહિલાઓ પગભર થાય તેના માટે હંમેશા કામ કરી રહ્યું છે
સિહોર ગણપુલે મહિલા મંડળ સંસ્થાને લીલાવતીબેન ચીમનલાલ મહેતા પરિવાર તરફથી આજરોજ પાંચ કોમ્પ્યુટરનું અનુદાન અને ભેટ મળી છે એટલે કે હવે સિહોર ગણપુલે મહિલા મંડળ સંસ્થામાં મહિલાઓ હવે કોમ્પ્યુટર શીખીને વિશ્વિક ઉડાન ભરશે લીલાવતીબેન મહેતા પરિવાર તરફથી મળેલ સિહોર મહિલા મંડળને 5 કોમ્પ્યુટરની ભેટના આજે ઉદ્ઘાટન પ્રસંગે શહેરના વિવિધ અગ્રણીઓ આગેવાનો મહિલા અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કોમ્પ્યુટરને ખુલ્લા મુકાયા હતા
સિહોર ગણપુલે મહિલા મંડળ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ઇલાબેન જાની અને પન્નાબેન મહેતાએ કહ્યું હતું કે કોઈપણ રાજ્ય દેશને આગળ વધારવા મહિલાઓની ભાગીદારી ખૂબ જરૂરી છે. શિક્ષણ ઉપરાંત કોઈ પણ રોજગાર કૌશલ્ય લક્ષી આવડત દ્વારા પણ મહિલાઓ પગભર બની શકે છે.
દરેક મહિલાઓમાં કઈને કઈ ક્ષમતા રહેલી છે .બસ તેને બહાર લાવવાની તકની જરૂર છે દીકરીઓને ભણાવીને પગભર કરવી જોઈએ. દીકરીઓ મહિલાઓ પગભર બને તેનો સર્વાંગી વિકાસ માટે સિહોર ગણપુલે મહિલા મંડળે સતત ચિંતા કરી છે. બહેનો ઘરે બેઠા વ્યવસાય કરી શકે તેની ચિંતા હંમેશા સિહોર ગળપુલે મહિલા મંડળે કરી છે મહિલાઓ પગભર થાય અને પરિવારને આર્થિક રીતે મદદ કરી શકે તે માટે ઘરે રહીને જ કામ થાય તેવા આશય સાથે આ મંડળ અનોખી રીતે કામ કરી રહ્યું છે અહીં મહિલાઓમાં આત્મવિશ્વાસ કેળવાય તે માટે ખાસ તાલીમ આપવામાં આવે છે.
ગળપુલે મહિલા મંડળ મહિલાઓ પગભર થાય તેના માટે હંમેશા કામ કરી રહ્યું છે ત્યારે લીલાવતીબેન મહેતા પરિવાર તરફથી સિહોર મહિલા મંડળને 5 કોમ્પ્યુટરની ભેટ મળી છે આજે ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ અગ્રણીઓ આગેવાનો મહિલા અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કોમ્પ્યુટરને ખુલ્લા મુકાયા હતા અને ઉપસ્થિત દરેકે ગળપુલે મહિલા મંડળની કામગીરી વિષેની ગાથા રજૂ કરી મહિલાઓ માટે થતા કામોને બિરદાવ્યું હતું