Sihor

ભવ્યતા…આસ્થા-ઉલ્લાસનું ઘોડાપુર…હકડેકઠ મેદની છતાં સ્વંયભૂ શિસ્ત…ચારેકોર બસ ‘જય રણછોડ, માખણચોર’નો નાદ….

Published

on

પવાર ; બુધેલીયા

સિહોર ખાતે જય રણછોડ માખણચોરના ગગનભેદી નારા સાથે રથયાત્રા સંપન્ન, ધામધૂમપૂર્વક નિકળેલી ભવ્ય શોભાયાત્રા, રથયાત્રાનો માર્ગો પર જય રણછોડના નાદથી ગૂંજી ઉઠયો, શહેરની સવારીએ નીકળેલા શ્રીધરના દર્શનથી શ્રદ્ધાળુઓ ધન્ય થયા, અભેદ સુરક્ષા વચ્ચે રથયાત્રાનું ભવ્ય આયોજન, યાત્રાનું મુસ્લિમ સમાજે ભવ્ય સ્વાગત કર્યું

સિહોરમાં યોજાયેલી ભગવાન જગન્નાથની રથયાત્રાને વર્ણવવાનો આ પ્રયાસ માત્ર છે. કેમકે, જગતના નાથની રથયાત્રાને શબ્દો દ્વારા વર્ણવવી તે ગાગરમાં સાગર ભરવા જેવું કપરું કામ છે.જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રા કોમી એખલાસના માહોલમાં શાંતિપૂર્વક સંપન્ન થઇ છે. સવારે ૮.૩૦ વાગે ભગવાન જગન્નાથ, ભાઇ બળદેવજી અને બહેન સુભદ્રાજીની નગરચર્યાનો પ્રારંભ થયો હતો અને મોડી સાંજે મંદિરમાં પરત ફર્યા હતા.

Magnificence... Ghodapur of faith and joy... self-discipline in spite of stubborn fatness... the sound of 'Jai Ranchhod, Makkachchor' is everywhere...

અષાઢી બીજના પવિત્ર દિવસે સમગ્ર દેશની સાથે સિહોર પંથક પણ ભગવાન જગન્નાથના રંગે સંપૂર્ણપણે રંગાઇ ગયો હતો અને હજ્જરોની સંખ્યામાં લોકો જોડાયા હતા ઠેર-ઠેર માર્ગો શણગારાયા હતા.તેમજ યાત્રા દરમિયાન પ્રસાદ,પાણી વિતરણ સહિ‌તનાં આયોજનો કરાયા હતા સિહોરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા બેહદ ભાવપૂર્ણ રીતે નીકળી હતી.આ રથયાત્રા સવારે ૮/૩૦ કલાકે સિહોરના ઠાકરદ્રારા મંદિરેથી સંતો-મહંતો આગેવાનો રાજકીય સામાજીક લોકોની ઉપસ્થિતિમાં નીકળી સિહોરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.આ રથયાત્રામાં શણગારેલા ટ્રેકટર,રાસમંડળી,આકર્ષક ફલોટ,બેન્ડવાજા અને રથ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.શહેરમાં ઠેર-ઠેર ભાવિક ભકતજનો દ્વારા ઠંડા પીણાના સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા.ઉપરાંત સુરકા દરવાજા વિસ્તારમાં મુસ્લિમ સમાજે ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું.

Magnificence... Ghodapur of faith and joy... self-discipline in spite of stubborn fatness... the sound of 'Jai Ranchhod, Makkachchor' is everywhere...

વેલનાથ યુવક મંડળ દ્વારા વેલનાથ બાપાની શોભાયાત્રાની કાઢવામાં આવી હતી.ઉપરાંત ગ્રામ્ય પંથકમાં,ટાણા ગામે પણ વિશ્વ હિ‌ન્દુ પરિષદ અને બજરંગદળ પ્રેરિત ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. પરંપરાગત રૂટ ઉપર યાત્રા ફરી હતી અને ખાતે વિસર્જન પામેલ.આ રથયાત્રામાં રંગદર્શી ધાર્મિ‌ક માહોલને માણવા માટે મોટી સંખ્યામાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારના વિવિધ મંડળો દ્વારા અનેક ફ્લોટસે આકર્ષણ જમાવ્યું હતું.તેમજ લોકો દ્વારા અનેક જગ્યાઓ પર નાસ્તા,ચા,પાણીના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવેલ રથયાત્રા દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ અને હોમગાર્ડ જવાનોએ ભારે બદોબસ્ત જાળવેલ અને રથયાત્રા સાથે પણ સતત પોલીસ બદોબસ્ત રાખવામાં આવેલ હતો.

Advertisement

Magnificence... Ghodapur of faith and joy... self-discipline in spite of stubborn fatness... the sound of 'Jai Ranchhod, Makkachchor' is everywhere...

– ઠેરઠેર પ્રસાદીની વ્યવસ્થા

અલગ અલગ મંડળો દ્વારા પ્રસાદી વિતરણની ઠેર ઠેર વ્યવસ્થા કરવામાં આવી હતી સંસ્થા વેપારીઓ નામી અનામી દાંતાશ્રી તરફથી ચણા શેરો ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Magnificence... Ghodapur of faith and joy... self-discipline in spite of stubborn fatness... the sound of 'Jai Ranchhod, Makkachchor' is everywhere...

– આ વખતે સેલ્ફીની ક્રેઝ..

આ વખતની રથયાત્રામાં દર્શન કરવા માટે ભાવિક ભક્તોની ભારે ભીડ રહી હતી અને સાથે સાથે કાઈક નવીનતા જોવા મળી હતી ભગવાનના આશીર્વાદ લેવા માટે રથ સાથે સેલ્ફી ખેચવવા ભારે ઘસારો જોવા મળ્યો હતો ખાસ કરીને યુવા વર્ગમાં સેલ્ફીનો વિશેષ ક્રેઝ જોવા મળ્યો હતો..

– રથ આજુબાજુ લોખંડી સુરક્ષા કવચ..

Advertisement

શહેરની પરિક્રમાએ નીકળેલ ભગવાન જગન્નાથજી ના રથ આજુબાજુ કોઈ આ ઘટિત ઘટનાના ઘટે અને સુરક્ષાને લઈ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.

Magnificence... Ghodapur of faith and joy... self-discipline in spite of stubborn fatness... the sound of 'Jai Ranchhod, Makkachchor' is everywhere...

– શહેર કૉંગ્રેસ દ્વારા સ્વાગત..

આંબેડકર ચોક ખાતે સિહોર કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભગવાન જગન્નાથ રથયાત્રાનું ફુલહારથી સ્વાગત કરી દર્શનનો લાભ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં આગેવાન કાર્યકરો જોડાયા હતા..

Magnificence... Ghodapur of faith and joy... self-discipline in spite of stubborn fatness... the sound of 'Jai Ranchhod, Makkachchor' is everywhere...

– પોલીસ તંત્ર દ્વારા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો..

સિહોર સહીત આજુબાજુ વિસ્તારોમાં ત્રણ જેટલી રથયાત્રા નીકળે છે રથયાત્રા દરમિયાન એક કાંકરી પણ ન ફરકે તેવો પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે રથયાત્રા શાંતિ પૂર્ણ રીતે પસાર થતા પોલીસ તંત્ર દ્વાર રાહતનો શ્વાસ લીધો હતો અને સિહોર પીઆઇ અને પીએસઆઇ દ્વારા આગેવાન કાર્યકરોનો સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી…

Advertisement

Exit mobile version