Bhavnagar

દેશી-વિદેશી પક્ષીઓ પહોચી રહ્યા છે મોસાળ વિદેશી કુળના પક્ષીઓ બની રહ્યા છે ભાવનગરના મહેમાન

Published

on

બરફવાળા

વિદેશી કુળના પક્ષીઓ બની રહ્યા છે ભાવનગરના મહેમાન ; હેરોનરી કુળના વિવિધ જાતિના બગલાઓ અહી મોટી સંખ્યામાં આવી રહ્યા છે ; યુરોપની કાતિલ ઠંડીથી બચવા હિમાલય ઓળંગી વિવિધ પ્રજાતિના પક્ષીઓ અહી આવી રહ્યા છે ; ભાવનગરની કુદરતી નૈસર્ગિક સંપતિ આ પક્ષીઓનું મોસાળ બની ગઈ છે ; અહી ૪ થી ૫ માસ જેટલો સમય રોકાય છે ; અહીના પક્ષી પ્રેમીઓ આ સમયગાળામાં તેને નિહાળવા અને સંશોધનમાં જોડાય છે ; નેશનલ બગ પાર્ક કે જ્યાં પણ ૨૦૦ જેટલી પ્રજાતિના પક્ષીઓ આવે છે.

અખૂટ કુદરતી સૌદર્યનો ભંડાર એટલે ભાવનગર, અહીની કુદરતી સંપદા એવા વિશાળ દરીયા કીનારો,કુદરતી વેટલેન્ડ, પર્વતો અને જંગલો કે જેમાં દર વર્ષે શિયાળાની સિઝનમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ ભાવનગરની મહેમાનગતિ માણવા આવે છે. અહી આવતા આ હેરોનરી કુળમાં વિવિધ જાતિના બગલાઓ જેવા કે પેઈન્ટેડ સ્ટોર્ક, લીટલ ઇગ્રેટ, ગ્રેટર ઇગ્રેટ, આઇબીસ જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે. ભાવનગર શહેરમાં ખાસ કરીને દરિયાકાંઠા તેમજ કુંભારવાડાના ખાર વિસ્તાર, નારીરોડ, રુવા રવેચી તળાવ પરના જળાશયોમાં બ્રાહ્મીની ડક, મુરહેન, વિસલિંગ ડક, નકટો, વગેરે પક્ષીઓના ઝૂંડ જોવા મળી રહ્યાં છે. યુરોપિયન દેશોમાં શિયાળામાં કાતિલ ઠંડી પડતી હોય વિવિધ જાતિના યાયાવર પક્ષીઓ હિમાલયની પર્વતમાળા ઓળંગી ભારતના અનેક વિસ્તારોમાં અને ખાસ ભાવનગર આવી પહોંચે છે.

Local and foreign birds are arriving in Mosal. Birds of foreign clans are becoming the guests of Bhavnagar.

ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવની આજુબાજુના પીલગાર્ડન, મહિ‌લાબાગ, ટાઉનહોલ સહિતના વિસ્તારના વૃક્ષો પર પોતાનું નિવાસ સ્થાન બનાવે છે. અહી વૃક્ષો પર માળા બનાવી તેમાં ઈંડા મૂકી સેવન કરે છે અને બચ્ચા મોટા થાય ત્યાં સુધી તેનું જતન કરે છે. યુરોપની કાતિલ ઠંડીથી બચવા ભારતમાં અને ખાસ ભાવનગરની મહેમાનગતિ માણવા માટે આવી પહોચતા વિવિધ પ્રજાતિના દેશીવિદેશી પક્ષીઓને નિહાળવા પક્ષીપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે તેમજ તેના પર સંશોધન કરવા પણ અનેક લોકો જોડાય છે. ભાવનગર શહેરની મધ્યમાં આ તમામ પક્ષીઓ વસવાટ કરતા હોય જે સામાન્ય રીતે અન્ય શહેરોમાં જોવા મળતું નથી. જેથી તેના યોગ્ય જતન અંગેની ભાવનગરવાસીઓની નૈતિક જવાબદારી બને છે તેમજ આ સ્થળને વધુ વિકસિત કરવું જોઈએ તેવું પણ તજજ્ઞ કહી રહ્યા છે.

Advertisement

Trending

Exit mobile version