Bhavnagar

ભાવનગર તરફ આવતો 9.80 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

Published

on

વટામણ તારાપુર હાઇવે પર ભાવનગર તરફ આવતો દારૂ ઝડપાયો, ઘરવખરીના જુના સામાનની આડમાં દારૂની 2579 બોટલો મુકી હતી, રૂ. 12,87,830 ના મુદ્દામાલ સાથે રાજસ્થાની ડ્રાઇવર સાથે એક કિશોરને ઝડપી લેવાયો

ભાવનગર તરફ આવતો તારાપુર વટામણ હાઇવે પર આણંદ એલસીબી પોલીસે ટેમ્પો અટકાવી તલાશી લીધી હતી. ત્યારે તેમાંથી ઘર વપરાશના જુના સામાનની આડમાં ગુડગાવથી ભરીને ભાવનગર તરફ આવતો ૨૫૭૯ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. ઝડપાયેલા દારૂની કિંમત રૂ. ૯,૮૦,૩૦૦ છે. તેમજ આઇશર ટેમ્પો, બે મોબાઈલ ફોન, રોકડ રકમ મળી રૂ.૧૨,૮૭,૮૩૦ ના મુદ્દામાલ સાથે ડ્રાઇવર તથા એક ૧૭ વર્ષીય કિશોરને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની આઇસરમાં ઘર વપરાશનાં જુના પલંગ, તિજોરીઓ, સોફા તથા કુલર પરિવહન કરવાની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વાસદથી તારાપુર હાઇવે થઈ ભાવનગર તરફ આવ્યો હતો જે આધારે એલસીબી પીઆઇ આણંદ સહિતનો સ્ટાફ વટામણ તારાપુર હાઇવે પર બાતમીવાળી આઇસર ગાડી રોકી તપાસ કરતા ઘરવખરીના જુના સામાનની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સ મુકેલા હતા.

પોલીસે ડ્રાઇવરની પૂછપરછ કરતા પોતાનું નામ બળવંત રામ સ્વરૂપ ચમાર (રહે. ઇન્દાસર, તા.રાજગઢ જી. ચૂરૂ રાજસ્થાન) અને તેની સાથે એક ૧૭ વર્ષીય કિશોર હોવાનું તેમજ વિદેશી દારૂ ગુડગાંવથી ભરીને ભાવનગર તરફ લઈ લવાતો હોવાનું જણાવ્યું હતું. એલસીબીએ દારૂ પરિવહન કરતા વાહનચાલકને તારાપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Trending

Exit mobile version