Bhavnagar
વરતેજ કેન્દ્રવર્તી શાળામાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી
Pvar
સિંહનાં મહોરાં પહેરીને શાળાના ૨૮૩ બાળકોની રેલી યોજાઇ
ભાવનગરની વરતેજ કેન્દ્રવર્તી શાળામાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત શાળામાં વિશ્વ સિંહ દિવસ અંગે માહિતી આપીને શાળાના ૨૮૩ બાળકો અને શિક્ષકો દ્વારા રેલી વરતેજ ગામમાં કાઢવામાં આવી હતી જેમાં ગામ લોકો પણ જોડાયા હતાં. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સિંહ દિવસ સંદર્ભે પ્રતિજ્ઞા લીધી હતી. રેલી બાદ સેટકોમનાં માધ્યમથી મુખ્યમંત્રીશ્રીનું સંબોધન નિહાળ્યું હતું.


૧૦ મી ઓગસ્ટ એટલે સિંહ દિવસ, એશિયાટિક લાયન માત્ર ભારતમાં અને તેમાં પણ માત્ર ગુજરાતનાં ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. સિંહ પ્રત્યેની જાગૃતિ અને તેનાં સંવર્ધનને પ્રોત્સાહન આપવા માટે ૧૦ મી ઓગસ્ટનાં રોજ વિશ્વ સિંહ દિવસની ઊજવણી કરવામાં આવે છે. ફોરેસ્ટ વિભાગ સાસણ (ગીર) દ્વારા આપવામાં આવેલા સિંહનાં મહોરાં પહેરીને રેલી કાઢવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રી દ્વારા સેટકોમનાં માધ્યમથી આપવામાં આવેલ સંદેશ નિહાળવામાં આવ્યો હતો.