Sihor
ઉત્તરાયણે ઘાયલ થતાં પક્ષીઓની સારવાર કરતા સિહોરના જીવદયા પ્રેમી યુવાનો
પવાર
પતંગ ચગાવવાનો અનેરો ઉત્સવ ઉત્તરાયણ પર્વે ઊડાઊડ કરતાં પક્ષીઓ માટે ક્યારેક જીવલેણ પણ બનતો હોય છે. ત્યારે દોરીની લપેટથી ઘાયલ બનતાં પક્ષીઓની સારવાર માટે સિહોરમાં જીવદયા યુવાનો દ્વારા પક્ષીઓની સારવાર કરાઈ રહી છે. જેમાં કોઇનો એક ફોન ઇજાગ્રસ્ત પક્ષીની જિંદગી બચાવી શકે છે. આવતીકાલે ઉત્તરાયણ છે. જ્યારે પક્ષીઓ માટે જીવદયાની વાત આવે ત્યારે સિહોરના જીવદયા પ્રેમી યુવકોની વાત જરૂર કરવી પડે.
આ સંસ્થા સાથે સંકળાયેલા ઘણા યુવા સ્વયંસેવકો જેવાકે કુમાર ચાવડા, બ્રિજેશ પવાર, રોહિત સતીયારા, રાજા ચાવડા વગેરેની સેવા ખૂબ પ્રસંશનીય છે. ઉત્તરાયણના દિવસોમાં અલગ અલગ પક્ષીઓ જેવા કે મોર, સમડી, કબૂતર, પોપટ, ચકલી, કાગડા, કાબર, કોયલ, જેવાં અન્ય ઘણાં પક્ષીઓ ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળતાં હોય છે ત્યારે સૌ લોકો પોતાની મોજ શોખમાં જીવદયા ભુલી જતાં હોય છે ત્યારે આવા નવયુવાનો પક્ષીઓ માટે ઈશ્ર્વરરૂપી કાર્ય કરતાં જોવા મળતાં હોય છે.
સમગ્ર સિહોરની જનતાને જણાવવું છે કે દોરીના ગુંચડા જ્યાં ત્યાં ફેંકશો નહીં અને ધ્યાનમાં આવે તો યોગ્ય જગ્યાએ નિકાલ કરવા નમ્ર અપીલ છે.. ઉત્તરાયણ નિમિત્તે “પતંગ – દોરા કરતાં પક્ષીઓના જીવ વધુ કિંમતી છે” આવો! આપણે પરોઢિયે 6 થી 9 અને સંધ્યા એ 5 થી 7 પતંગ ન ચગાવી