Sihor

પતંગની મજા પક્ષીઓ માટે સજા: પાકી દોર પક્ષીઓ માટે ઘાતક સાબિત થઇ

Published

on

દેવરાજ

  • પક્ષીઓને સારવાર અપાઇ, સરકારનો પ્રતિબંધ છતાં જીવલેણ ચાઇનીઝ દોરીનો વેપલો થયો અને પક્ષીઓનો ભોગ લેવાયો

સિહોર શહેરમાં ઉતરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર અપાઈ છે, સામાજીક સંસ્થાઓના સ્વયમસેવકો અને કરુણા અભિયાન દ્વારા બે દિવસ અવિરત સેવાકાર્ય કરવામાં આવ્યુ છે. ઉતરાયણમાં દોરીથી ઘવાયેલા પક્ષીઓને સરકારના કરુણા અભિયાન અંતર્ગત તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.

kite-fun-punishment-for-birds-ripe-string-proved-fatal-for-birds

kite-fun-punishment-for-birds-ripe-string-proved-fatal-for-birds

દિવસ દરમિયાન રસીકોએ પોત પોતાની અગાશી-ધાબા ઉપરથી પતંગો ચગાવી હતી. જો કે, સવાર અને ખાસ કરીને સંધ્યા સમયે પક્ષીઓ ઘરે પરત ફરતી વેળાએ પક્ષીઓ ઘાયલ થયા હતાં. મકરસંક્રાંતિ એક તરફ આનંદ ઉત્સાહનો તહેવાર છે પરંતુ બીજી તરફ પતંગની દોર પક્ષીઓ માટે ઘાતક પુરવાર થાય છે. જો કે, સિહોરમાં જીવદયાપ્રેમી અને સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવેલ. સવારના સમયે પક્ષીઓ માળામાંથી ખોરાકની શોધ માટે બહાર નિકળતા હોય છે અને સાંજે ઘરે પરત ફરતા હોય છે.

kite-fun-punishment-for-birds-ripe-string-proved-fatal-for-birds

kite-fun-punishment-for-birds-ripe-string-proved-fatal-for-birds

જે દરમિયાન આકાશમાં ઉડતા પતંગ અને કપાયેલ પતંગની દોર ઘાતક સાબિત થતી હોય છે. એનીમલ હેલ્પલાઇન દ્વારા આ સેવા કાર્યરત રહી હતી અને પક્ષી બચાવો અભિયાન હેઠળ દિવસભર ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. કબુતર, સહિત પક્ષીઓ આ પતંગ દોરાનો શિકાર બન્યા હતાં. પક્ષીઓને જરૂરી સારવાર અપાઇ હતી. તો આ સેવા કાર્યમાં સિહોરની જીવદયાપ્રેમી જનતાએ પણ સારો સાથ સહકાર આપ્યો હતો.

Exit mobile version