Bhavnagar

ભાવનગરમાં ડબલ મર્ડર કેસમાં પાંચ આરોપીને આજીવન કેદ

Published

on

દેવરાજ

  • 10 વર્ષપહેલાના બનાવમાં એડીશનલ સેશન્સ કોર્ટનો ચૂકાદો

ભાવનગર શહેરના વિધાનગર વિસ્તારમાં આજથી દસ વર્ષ પહેલાં ઘર પાસે રોડપર બંમ્પ બનાવવા જેવી વાતને લઈને થયેલ ઝઘડામાં આરોપીઓએ બે શખ્સો પર તલવાર છરી જેવા તિક્ષ્ણ હથિયારો ના ઘા ઝીંકી ઢીમ ઢાળી દિધું હતું. આ કેસ ભાવનગર કોર્ટમાં ચાલતા કોર્ટે પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ બનાવની વિગતો એવી છે કે શહેરના વિધાનગર વિસ્તારમાં રહેતા વિનોદ જેન્તિ મકવાણા ને ઘર પાસે આવેલ રોડપર બંમ્પ મુકાવવાની બાબતને લઈને આરોપી રાજુ પોપટભાઇ ઉર્ફે જીવા રાઠોડ સાથે ત્રણ થી ચાર વખત ઝઘડા થયા હતાં દરમ્યાન ગત તા.16,09,2013 ના રોજ બપોરના સુમારે વિનોદભાઇ તેના પિતા જેન્તિભાઇ પોપટભાઇ મકવાણા હાર્દિક જેન્તિભાઈ મકવાણા રમેશ પોપટભાઈ મકવાણા સિટી મામલતદાર કચેરી એ જતાં હતાં.

life-imprisonment-for-five-accused-in-double-murder-case-in-bhavnagar

ત્યારે પૂર્વ આયોજન મુજબ આરોપી રાજુ પોપટ જીતેશ ઉર્ફે જીતુ પોપટ જેન્તિ ઉર્ફે ગેમ થર મકવાણા પ્રવિણ ઉર્ફે સાયમન્ડ પ્રતાપ ચૌહાણ સંજય પ્રતાપ ચૌહાણ તથા રેખા જેન્તિ મકવાણા સહિત કુલ છ આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી વિનોદભાઈ સાથે રોડપર બાઈક અથડાવી પછાડી દઇ હથિયારો સાથે તૂટી પડ્યાં હતાં જેમાં હાર્દિક પિતા-પુત્રને બચાવવા પડતા આરોપીઓએ તેને પણ જીવલેણ માર માર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલ વિનોદ તથા તેના પિતા જેન્તિભાઈનું સારવાર દરમ્યાન મોત થતાં આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થયો હતો. આ કેસ ભાવનગર એડિશનલ સેશન્સ કોર્ટના જજ એ .એન. અંજારીયાની કોર્ટમાં ચાલતા સરકારી વકીલ ઉત્પલ દવેની દલીલો, દસ્તાવેજી પુરાવાઓ ,લેખિત-મૌખિક જુબાની સાથે સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જજ અંજારીયાએ મહિલા આરોપી સિવાય તમામ આરોપીઓને આજીવન કેદની સજા કટકારી હતી. સદરહુ કામમાં કરીયાદ પક્ષે સ2કા2 તરફે સીનીય2 ધારાશાસ્ત્રી ઉત્પલ આર. ની સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણુંક થયેલ તથા ફરીયાદ પક્ષે યશપાલસિંહ આર. રાઠોડ, હિમાંશું એ. નાવડીયા, સંજય વી. મકવાણા, યેશા યુ. દવે, મીર એ. લંગાળીયા, જૈનીશ યુ. દવે, સમર્થ કે શેઠ તથા આશિત બી. ભટ્ટ ધારાશાસ્ત્રીઓ રોકાયેલ હતા.

Trending

Exit mobile version