Bhavnagar

ભાવનગર : ડેરી રોડ પરથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

Published

on

પવાર

એ-ડીવીઝન પોલીસે સુકો ગાંજો એક મોબાઈલ મળી કુલ રૂ.૨૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો

ભાવનગર શહેરના જવેલર્સ સર્કલથી નિલમબાગ તરફ જવાના રોડપર એક રહેણાંકી મકાન માથી એ-ડીવીઝન પોલીસે 2 કિલો સૂકા ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધડપકડ કરી હતી. સમગ્ર બનાવ અંગે એ-ડીવીઝન પોલીસ મથકે થી જાણવા મળતી માહિતી અનુસાર ગત રાત્રીનાં સમયે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે જવેલર્સ સર્કલથી નિલમબાગ સર્કલ તરફ જવાના ડેરી રોડપર પૂજા પાર્લર પાસે રહેતો શખ્સ પોતાના ઘરે ગાંજાનુ વેચાણ કરે છે

Bhavnagar: A man was caught with a quantity of ganja from Dairy Road

આથી જવાનોએ બાતમી વાળા સ્થળે રેડ કરતાં રાજેશ ઉર્ફે નાનું ભગત મકવાણા ના ઘરમાંથી સૂકાં ગાંજાનો જથ્થો ૨ કિલો ૪૦૦ ગ્રામ મળી આવતા પોલીસે આરોપી રાજેશ ઉર્ફે નાનું ભગત મકવાણાને સૂકો ગાંજો એક મોબાઈલ સહિત કુલ રૂ.૨૬,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરુદ્ધ નાર્કોટિક એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Exit mobile version