Bhavnagar

ચૂંટણી ટાણે જ જિલ્લામાં હજારો લગ્નોના પગલે નેતાઓ ટેન્શનમાં

Published

on

આજથી જ લગ્નસરાની સિઝનનો પ્રારંભ થઈ થયો

ઉમેદવારોની જાહેરાત બાદ જિલ્લામાં જામી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે નેતાઓ અને રાજકીય પક્ષોને ચૂંટણી ટાણે જ લગ્નસરાની સિઝનનું પણ ટેન્શન છે.કારણકે આ વખતે જિલ્લામાં ચૂંટણીના સમયગાળામાં લગભગ હજારો લગ્નો લેવાશે તેવો અંદાજ છે. જાણવા મળતી વિગતો અનુસાર ૧૨ નવેમ્બરથી લગ્નસરાની સિઝનનો પ્રારંભ થયો છે. કેટરિંગ અને પાર્ટી પ્લોટ સાથે સંકળાયેલા વેપારીઓના કહેવા પ્રમાણે બે વર્ષ બાદ કોઈ પણ જાતના કોરોનાના નિયંત્રણ વગર લગ્નો યોજાવાના હોવાથી આ વખતે લગ્નોનુ આયોજન પણ વધારે છે. જિલ્લાની બેઠકો પર એક ડિસેમ્બરે મતદાન થવાનુ છે અને તેની પહેલા જ્યારે પ્રચાર પૂરજોશમાં ચાલતો હશે ત્યારે લગ્નસરાની સિઝન પણ પૂરબહારમાં ખીલી હશે.આ સમયગાળામાં હજારો લગ્નોના આયોજનનો અંદાજ છે.આમ હજારો આમંત્રિતો લગ્નમાં મહાલતા હશે ત્યારે રાજકીય પાર્ટીઓને લગ્નસરાની સીઝનના કારણે મતદાન ઓછુ થવાનો ડર લાગી રહ્યો છે

Exit mobile version