Bhavnagar

આજે શક્તિસિંહ ગોહિલની ભારત જોડો યાત્રામાં ઉમટી પડો ; અમરીશ ડેરની હાંકલ

Published

on

આજે કોંગ્રેસ ભારત જોડો યાત્રાને લઈ અમરીશ ડેર ભાવનગરમાં, તમામ વ્યવસ્થાઓનો આખરી ઓપ, જિલ્લાભરના લોકોને યાત્રામાં ઉમટી પડવા ડેરની હાંકલ, ભાજપ અને આપ સામે ડેરના પ્રહારો

મિલન કુવાડિયા

આજે ભાવનગર શહેરમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા સંદર્ભે ધારાસભ્ય અમરીશ ડેરે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કોંગ્રેસ દ્વારા આવતીકાલે શહેરમાં ભારત જોડો યાત્રા સંદર્ભે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી, જેમાં આ યાત્રા શહેરના જશોનાથ સર્કલ ખાતેથી શરૂઆત થઈ ખોડિયાર મંદિર સુધીની યાત્રામાં કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ ગોહિલની ખાસ ઉપસ્થિતમાં યોજાશે. ભાવનગર ખાતે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં અમરીશ ડેરે આપના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે પોતાના રાજ્યમાં લોકોને સુવિધા આપવામાં નિષ્ફ્ળ ગયેલા આપના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે માટે વાયદાઓ કરી રહ્યા છે અને આ તમામ વાયદાઓ હાસ્યાસ્પદ છે

join-shaktisinh-gohils-join-india-yatra-today-hankal-of-amrish-dar

તેમ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અમરીશ ડેરએ તેમની ભાવનગરની મુલાકાત સમયે જણાવ્યું હતું કૉંગેસ દ્રારા આજે યાત્રાનું આયોજન કરી રહી છે તેને લઇ ને આજે ભાવનગરમાં કોંગ્રેસની એક પ્રેસ કોન્ફ્રન્સ યોજવામાં આવી હતી આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય કનું બારૈયા તેમજ રાજસ્થાનના મંત્રી ભવરસીંગ ભાટી હાજર રહ્યા હતા, કોંગ્રેસના આગેવાનોએ કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપની સરકાર 27 વર્ષ થી છે પરંતુ અહીં પ્રશ્નોની લાંબી યાદી છે માટે લોક જાગૃતિ માટે અમે પરિવર્તન યાત્રા કઢાવનું નક્કી કર્યું છે અને આવતીકાલે ભાવનગર શહેરમાં પરિવર્તન યાત્રામાં શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતમાં યોજાશે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તેવી અમને આશા છે.

Advertisement

Exit mobile version