Gujarat
ગુજરાતમાં ભારત જોડો યાત્રા યોજાશે : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ લોક સંપર્ક શરૂ કરવા કવાયત
દેવરાજ
- બુથદીઠ પદયાત્રા માટે આયોજન :વમાર્ચના અંત સુધી બુથદીઠ ભારત જોડો યાત્રા થશે : દરેક યાત્રામાં 10 જેટલા સ્થાનિક આગેવાનો જોડાશે અને પ્રજા વચ્ચે જશે.
ગુજરાત કોંગ્રેસની આજે અગત્યની કારોબારી બેઠક આજે યોજાઇ હતી. વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ પહેલી કારોબારી બેઠક આજે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આગામી સમયમાં યોજાનાર હાથ સે હાથ જોડો અભિયાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં કેવી રીતે આગળ વધવું તે અંગે બેઠકમાં ચર્ચા કરાઇ હતી.
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ ભારત જોડો યાત્રા યોજાવાની છે. બુથદીઠ પદયાત્રા માટે આયોજન થશે. માર્ચના અંત સુધી બુથદીઠ ભારત જોડો યાત્રા થશે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ લોક સંપર્ક શરૂ કરશે. લોકસભાની ચૂંટણીના ભાગરૂપે આ આયોજન થઈ રહ્યું છે. દરેક યાત્રામાં 10 જેટલા સ્થાનિક આગેવાનો જોડાશે અને પ્રજા વચ્ચે જશે.