Bhavnagar
દિવાળી પહેલા કારખાનમાંથી કાઢી મુક્યાની દાઝ રાખી રત્નકલાકારે મેનેજર પર છરીના ઘા ઝીંક્યા
પવાર
ભાવનગર શહેરના ચિત્રા રોડ પર આવેલા મારુતિ ઈમ્પેક્ષના મેનેજર પર રત્નકલાકારે છરીથી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત મેનેજરને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પીડિત મેનેજરે હુમલાખોર રત્નાકલાાર વિરુદ્ધ અનેક ફરિયાદો મળતા તેને દિવાળી પહેલા કાઢી મુક્યો હતો. તેની દાઝ રાખી ગતરોજ મોડી સાંજે કારખાનું બંધ કરી ઘરે જતા સમયે મેનેજર પર હુમલો કર્યો હતો. પીડિતે હુમલો કરનારા વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ ભાવનગરની સરિતા સોસાયટીમાં રહેતા મૂળ ઉમરાળાના વતની નિલેશ મનજીભાઈ સવાણી ભાવનગરમાં આવેલા મારુતિ ઈમ્પેક્ષમાં મેનેજર તરીકે નોકરી કરે છે.
તેમણે કારખાનામાં કારીગરોને ચડામણી કરતા પ્રવીણ ગોરધનભાઈ વેગડને દિવાળી પહેલા છૂટો કરી દીધો હતો. તેની દાઝ રાખી ગઈકાલે મોડી સાંજે નિલેશ કારખાનું બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે પાછળથી આવેલા પ્રવીણ વેગડે નિલેશને ડાબા અને જમણા તથા સાથળના ભાગે ત્રણ ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત થયા હતા. બાદમાં નિલેશ સવાણીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે નિલેશભાઈએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રવીણ ગોરધનભાઈ વેગડ વિરુદ્ધ આઈપીસી કલમ 324, 504, 506(2) તથા જી.પી.એક્ટ 135 મુજબ ફરિયાદ નોંધાવી હતી.