Sihor
સિહોરના ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે 2023ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
પવાર
સિહોર ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે તા-21 જુન 2023 ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કૉલેજના NSS વિભાગ & સ્પોર્ટ્સ વિભાગ અંતર્ગત વિદ્યાર્થીનીઓએ યોગ કરીને તેનું મહત્વ સમજી, શારિરીક અને માનસિક તંદુરસ્તી મેળવવા દૈનિક યોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમમાં ભારત સ્વાભિમાન ટ્રસ્ટ ભાવનગર જિલ્લાના પ્રભારી ડૉ.જીવરાજભાઈ સુતરીયા દ્વારા વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આચાર્યશ્રી યોગેશભાઈ જોશી તથા પીટીઆઈ સામતભાઈ સાવડા યોગની તાલીમ આપી હતી.