Sihor
સિહોરના ખાંભા ગ્રામ પંચાયત દ્વારા સરપંચના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
Devraj
સિહોર તાલુકા ખાંભા ગામમાં સરપંચ, ઉપસરપંચ, તલાટી કમ મંત્રી, સભ્ય, ગામનાં આગેવાનો, નાગરિકો, તાલુકા પંચાયતના કર્મચારીઓ વિશ્વ યોગ દિવસની ઉજવણીમા જોડાયાં હતા , ખાંભા ગામમાં અમ્રુત સરોવર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, યોગ માત્ર શારિરીક કસરત નથી એ જીવનને તેની સંપૂર્ણતા મા ખીલાવવાનું શાસ્ત્ર છે.
દુનીયામાં લાખો લોકોએ રોજિંદા જીવનમાં યોગને અપનાવી તેના અણ ગણિત લાભો અનુભવ્યા છે. ખાંભા પ્રાથમિક શાળાના શિક્ષક જાનીભાઈ દ્વારા યોગ નુ મહત્વ સમજાવવા મા આવ્યું હતું.