Bhavnagar

ધનતેરસથી ભાવનગર-અમદાવાદ વચ્ચે ઈન્ટરસિટી ટ્રેન દોડતી થશે

Published

on

બરફવાળા

  • સાંસદ ભારતીબેન શિયાળે આપેલી દિવાળીની ભેટ

ભાવનગર અને બોટાદની જનતા માટે ડો.ભારતીબેન શિયાળે ધનતેરસના શુભદિવસથી અમદાવાદ-ભાવનગર વચ્ચે ઈન્ટરસીટી ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. લોકોને દિવાળીની ભેટ સમાન આ ટ્રેન ધનતેરસે તા.22ને શનિવારે સવારે 10 કલાકે ભાવનગર રેલવે સ્ટેશનેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાશે. આ અંગેની માહિતી આપતા સાંસદ ડો.ભારતીબેને જણાવ્યું હતું કે, ભાવનગર થી અમદાવાદ વચ્ચે રસ્તા માર્ગે ખૂબ ટ્રાફિક રહે છે અને અક્સ્માતના પણ અનેક બનાવો બને છે.

intercity-train-will-run-between-dhanteras-and-bhavnagar-ahmedabad

બોટાદ-અમદાવાદ વચ્ચે ગેજ કન્વર્ઝનનું કામ પુરૂ થઈ ગયું હોવાથી ભાવનગરથી બોટાદ થઈ સીધી અમદાવાદની ઈન્ટરસીટી ટ્રેન શરૂ કરવા માટે કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિનીજી અને દર્શનાબેનને ડો.શિયાળે રૂબરૂ મળી આ ટ્રેન તાકીદે શરૂ કરવાની માંગણી કરતા તેમણે હકારાત્મક પ્રતિભાવ આપતા આગામી ધનતેરસેથી આ ટ્રેન શરૂ થશે. એજ રીતે ઢસા-જેતલસર લાઈનમાં લુણધરા સુધીનું ઈન્સ્પેકશનનું કામ પુરૂ થઈ ગયું છે. બાકીનું કામ થતા ટૂંક સમયમાં ઢસા-જેતલસર બ્રોડગેજ લાઈન પણ શરૂ થશે. ભાવનગરમાં હવે એકપણ નેરોગેજ કે મીટરગેજ ટ્રેન નથી તમામ ટ્રેન બ્રોડગેજ લાઈન થઈ ગઈ છે.

ટ્રેનનું સમય પત્રક

ભાવનગર અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન રવિવાર તા.23થી રોજ સવારે 6-10 કલાકે ભાવનગરથી ઉપડી 10 કલાકે સાબરમતી સ્ટેશને પહોંચશે અને સાંજે 4 કલાકે સાબરમતી ટ્રેનથી ઉપડી 8 કલાકે ભાવનગર પરત ફરશે.

Advertisement

Trending

Exit mobile version