Bhavnagar

ભાવનગર-બાંદ્રાની વચ્ચે બે સ્પેશિયલ ટ્રેન ટ્રીપ દોડાવાશે

Published

on

પવાર

પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનની 2 ટ્રીપ ચલાવવામાં આવશે. IRCTC પર તેની બુકિંગ હાલ શરૂ કરવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનોમાં વધારાનો ધસારો ઘટાડવા પશ્ચિમ રેલવે દ્વારા  ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર ‘સ્પેશિયલ ટ્રેન’ની 2 ટ્રીપ ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09208 ભાવનગર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ 10 ઓગસ્ટ, 2023 ગુરુવારના રોજ ભાવનગર ટર્મિનસથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

Two special train trips will be run between Bhavnagar-Bandra

તેવી જ રીતે, ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ 11 ઓગસ્ટ, 2023 શુક્રવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 09.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં AC 2 ટીઅર, AC 3 ટીઅર, સ્લીપર અને સેકન્ડ સીટિંગ કોચનો સમાવેશ થાય છે. ટ્રેન નંબર 09208 અને 09207 માટે બુકિંગ 09.08.2023 બુધવારથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી માટે યાત્રિયો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

Trending

Exit mobile version