Bhavnagar

ST બસ સુવિધામાં વધારો ; ભાવનગર સાંસદના હસ્તે બસ સ્ટેન્ડ પરથી 9 નવી બસોને લીલી ઝંડી આપવામાં આવી

Published

on

દેવરાજ

આજરોજ ભાવનગર એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે 9 નવી બસોને સાંસદ ડો.ભારતીબેન શિયાળે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી બસોમાં સ્લીપરો, લક્ઝરી બસો અને મીની બસો ભાવનગર એસ.ટી.ને ફાળવવામાં આવી છે. જે એસ.ટી.બસ સ્ટેન્ડથી અલગ અલગ રૂટ પર દોડશે. ભાવનગર જિલ્લાને ગુજરાત સરકાર દ્વારા કુલ 34 બસોની ફાળવણી કરવામાં આવેલ છે. જેમાં 4 સ્લીપર, 2×2ની લકઝરી 8 બસો અને 22 મીની બસોનો સમાવેશ થયેલ છે.

Increase in ST bus facility; Bhavnagar MP flagged off 9 new buses from the bus stand

આ ફાળવવામાં આવેલ બસો એમીશન નોર્મ્સ ધરાવે છે જે EATS સીસ્ટમ થકી એક્ઝોસ્ટમાં નીકળતાં પ્રદુષકોનાં પ્રમાણમાં ખુબ ઘટાડો કરી પર્યાવરણને નુકશાન થતું અટકાવે છે. આ પ્રસંગે સાંસદ ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા સામાન્ય માણસને પણ આધુનિક યુગ જેવી જ સારામાં સારી સુવિધા મળે તે અંતર્ગત કુલ 34 બસોની ફાળવણી ભાવનગર જિલ્લા માટે કરવામાં આવેલ છે. સાથો સાથ આખા વર્ષ દરમ્યાન 100 જેટલી નવી બસો તબક્કાવાર ભાવનગર માટે ફાળવણી કરવામાં આવી છે.

Increase in ST bus facility; Bhavnagar MP flagged off 9 new buses from the bus stand

ગુજરાત સરકારની જનસુખાકારી, લોકસુખાકારી અને ખાસ કરીને ગરીબ અને માધ્યમ વર્ગના માણસોને ઉત્તમ સુવિધા મળી રહે તેવી અંત્યોદયની વિચારધારા સાથે સરકાર કામ કરી રહી છે. છેવાડાના માનવી આરામદાયક મુસાફરી કરી શકે તે હેતુથી ભાવનગરને વિવિધ કેટેગરીમાં લકઝરી, સ્લીપર, મીની અને એ.સી બસો ફાળવવામાં આવી છે.

Increase in ST bus facility; Bhavnagar MP flagged off 9 new buses from the bus stand

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લોકોને સારામાં સારી સુવિધાઓ મળતી રહે તે બદલ આવા ભગીરથ કાર્યોને જનતાએ પણ સહકાર આપવો જરૂરી છે. મુસાફરો બસ સ્વચ્છ રાખે અને જાહેર બસોની જાળવણી કરે તે માટે તેઓએ મુસાફરોને અપીલ પણ કરી હતી.

Advertisement

Increase in ST bus facility; Bhavnagar MP flagged off 9 new buses from the bus stand

આ કાર્યક્રમમાં શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકરો, એસ.ટી વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ સહિત વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Trending

Exit mobile version