Bhavnagar
વાળુકડ ગામે દીપડાએ વાછરડીનું મારણ કરતા સ્થાનિકોમાં ફફડાટ
પવાર
ભાવનગર શહેર નજીક આવેલા સીદસર વાળુકડ પાસે વાડીએ રાખવામાં આવેલી વાછરડીનું દીપડાએ મારણ કરતા માલધારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભાવનગર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વન્ય પશુઓ આવતા હોવાની ઘટનામાં વધારો થયો છે.
વાછરડીનું મારણ કરતા વાડી માલિકોમાં ભય
પાલીતાણા, જેસર અને સિહોર પંથકમાં અનેકવાર વન્ય પ્રાણી દીપડા જોવા મળતા હોવાની ઘટના સામે આવે છે. ત્યારે ભાવનગર શહેરથી માત્ર દસેક કિલોમીટર દૂર આવેલા સીદસરના વાળુકડ ગામે દીપડો આવી ચડ્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સીદસર વાળુકડ પાસે ખાટડી રોડ પર આવેલી એક વાડીમા દીપડાએ વાછરડીનું મારણ કર્યું હતું. દીપડા દ્વારા વાડીએ બાંધેલી વાછરડીનું મારણ કરતા વાડી માલિકોમાં ભય ફેલાયો હતો.
વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું
આ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી દીપડા દ્વારા માલધારીઓના પશુનું મારણ કરાતું હોવાની પણ ચર્ચા લોકોમાં જાવા મળી હતી. વાડી માલીક દ્વારા સમગ્ર ઘટના અંગે વન વિભાગને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતાજ વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. અને વાછરડીના મોત અંગે તપાસ કરી દીપાડાના સગડ મેળવવાં તરફ કાર્યવાહી હાથ ધરી છે.