Rajkot

શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં રાજકોટથી સીદસર સુધીની ‘ચાલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર’ યાત્રાનો પ્રારંભ

Published

on

યાત્રા રાજકોટ, અમરેલી – રાજુલા બે જુદા-જુદા સ્‍થળેથી શરૂ : રાજ્‍યસભાના સાંસદ : શકિતસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, તથા સૌરાષ્‍ટ્રના પ્રભારી રામકિશન ઓઝાની રાજકોટની યાત્રામાં ઉપસ્‍થિતિ : વિશાળ સંખ્‍યામાં લોકો જોડાયા

કોંગ્રેસના દિગગજ નેતા શક્તિસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં આજે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કોંગ્રેસ દ્વારા ‘કોંગ્રેસ સાથ મા કે દ્વાર’ યાત્રાનો બહુમાળી ભવન ખાતેથી પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. આ યાત્રા ખોડલધામ, ગાંઠિલા અને સીદસર સુધી યોજાશે. બહુમાળી ભવન ખાતે સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રાજયસભાના સાંસદ શક્‍તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર તથા ધારાસભ્‍ય ઋત્‍વીક મકવાણા, લલિત કગથરા તથા સૌરાષ્‍ટ્રના પ્રભારી રામકિશન ઓઝા સહિતના આગેવાનો મોટી સંખ્‍યામાં કાર્યકરો બાઇક અને કારના કાફલા સાથે જોડાયા છે. આ યાત્રાનું ઈન્‍દિરા સર્કલ પાસે બાળાઓ દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. અહીં કોંગ્રેસના નેતાઓએ ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને હાર પહેરાવ્‍યો હતો. કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્‍યારે આજે સવારે રાજકોટથી સિદસર સુધી ‘ચાલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર’ યાત્રાનો રેસકોર્ષ ખાતેના સરદાર વલ્લભભાઇ પટેલના સ્‍ટેચ્‍યુ ખાતેથી પ્રારંભ થયો છે.

આ અંગે ભાવનગર રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે નવરાત્રીના પાવન પર્વમાં ‘માં’ ના આશીર્વાદ સૌને મળે તે માટે નવરાત્રીના ત્રીજા નોરતે એટલે કે આજે સવારે ૮.૩૦ વાગ્‍યાથી ‘ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર’ યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારના ભરડામાંથી ગુજરાતને મુક્‍તિ મળે અને ગુજરાતીઓને શાંતિ,સમૃદ્ધી મળે તે સંકલ્‍પ સાથે આયોજીત ‘ચાલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર’ યાત્રાનું આયોજન કરાયું છે

Exit mobile version