Sihor

આગામી દિવસોમાં જનજાગૃતિને લઈ ભાવનગર જિલ્લામાં પદયાત્રા નીકળશે ; વિજય માંગુકિયા

Published

on

પવાર

સિહોર પંથકમાં સગીરા આત્મહત્યા મામલે ગઈકાલે સુરકા ગામે શિવ યજ્ઞ અને ભજન સંધ્યા યોજાઇ, વિજય માંગુકિયા સહિતના નેતાઓની હાજરી ; ગઈકાલે શનિવારે પણ સુરતથી લોકો મોટી સંખ્યામાં જોડાયા, આગામી દિવસોમાં જનજાગૃતિ અર્થે પદયાત્રા નીકળશે ; માંગુકીયાની મોટી જાહેરાતસિહોર પંથકની સગીરાએ પાણીના ટાંકામાં આપઘાત કરી લેતા મામલો ખૂબ ચગ્યો હતો ગઈકાલે રવિવારે સુરકા ગામે યોજાયેલ શિવ યજ્ઞ અને ભજન સંધ્યા સાથે સ્મરણાંજલિ કાર્યક્રમમાં વિજય માંગુકિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અહીં વિજય માંગુકિયાએ મોટી જાહેરાત કરી છે, તેઓએ જણાવ્યું હતું કે આ બનાવ ખૂબ દુઃખદ છે.

In the coming days, a public awareness walk will take place in Bhavnagar district; Vijay Mangekia
In the coming days, a public awareness walk will take place in Bhavnagar district; Vijay Mangekia

હવે પછી સમાજમાં આ પ્રકારના બનાવ ન બને તે માટે આગામી દિવસોમાં ભાવનગર જિલ્લામાં જનજાગૃતિ માટેની પદયાત્રા યોજાશે ગઈ તા.૯મીએ આત્મહત્યા વ્હોરી લેનાર સિહોર પંથકની સગીરાના આત્મશાંતિ અર્થે મૃતક સગીરાના સહિત સર્વ સમાજ દ્વારા ગઈકાલે રવિવારના રોજ રોજ શિવ યજ્ઞ અને ભજન સંધ્યા સાથે સ્મરણાંજલિ કાર્યક્રમમાં યોજાયા હતા સિહોર તાલુકાના મોટાસુરકા ગામના ૩શખ્સોની સતત પજવણી અને ત્રાસ થી કંટાળી સિહોર પંથકની સગીરાએ પ્રથમ ઝેરી દવા પી લઈ પાણીના ટાંકામાં પડી આત્મહત્યા વ્હોરી લીધી હતી.

In the coming days, a public awareness walk will take place in Bhavnagar district; Vijay Mangekia

ઘટનાના પગલે સગીરાના સમાજના તેમજ અન્ય લોકોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો અને ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ કરી સગીરાને મરવા મજબુર કરનારાઓને ઝડપી લઈ સખ્ત સજા કરવાની માંગ ઉઠી હતી દરમ્યાનમાં ૩શખ્સોના ત્રાસથી આત્મહત્યા વ્હોરી લેનાર સગીરાના આત્મશાંતિ અર્થે ગઈકાલે રવિવારના રોજ શિવ યજ્ઞ અને ભજન સંધ્યા સાથે સ્મરણાંજલિનું આયોજન કરાયું હતું અહીં મૃતક સગીરાના સમાજના સહિત સર્વસમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મૃતક સગીરાને શ્રદ્ધાંજલિ આપી હતી અહીં પાટીદાર સમાજના યુવા નેતા વિજય માંગુકિયાએ જનજાગૃતિને લઈ ભાવનગર જિલ્લામાં પદયાત્રા યોજાશે તેવી જાહેરાત કરી છે

Exit mobile version