Sihor
સિહોર પંથકમાં પાંચ દિવસમાં ત્રીજો દિપડો પાંજરે પુરાયો – ખેડૂતોમાં હાશકારો
દેવરાજ
જીવનાં જોખમે ખેતી કરતા ખેડૂતોને રાહત, પાંચ દિવસમાં વનખાતાએ ત્રણ દીપડાને પકડ્યા, રાજપરા ખોડિયાર નજીકથી વધુ એક દીપડો પકડાયો
સિહોરના રાજપરા ખોડિયાર વિસ્તારમાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો છે. સિહોર પંથકમાં છેલ્લા પાંચ દિવસમાં ત્રણ દીપડાને પાંજરે પુરવામાં વન ખાતાને સફળતા મળી છે. સિહોર પંથક પ્રાણીઓ માટે મીની અભ્યારણ બની ગયું છે. છેલ્લા પાંચ દિવસમાં વન વિભાગનાં પાંજરામાં ત્રણ દિપડા ઝડપાઈ ચુક્યાં છે દરમિયાન રવિવારે મળસ્કે રાજપરા ખોડિયાર ગામે હરેશભાઇ મેરના ખેતરમાં મુકેલા પાંજરામાં મારણનો શિકાર કરવા જતાં દિપડો પાંજરામાં પુરાતાં ભારે ત્રાડો પાડવા માંડી હતી.
દિપડો પાંજરે પુરાયેલો જોઈ વન વિભાગને જાણ કતા આરએફઓ અને ટીમ રાજપરા ખોડિયાર ગામે પહોંચી જઈ દિપડાનો કબ્જો મેળવી વન વિભાગનાં ડેપોમાં લઈ જવામાં આવ્યો હતો એક પછી એક દિપડા પાંજરે પુરાવવા લાગતા ખેડૂતોએ રાહતનો દમ લીધો છે.