Sihor

સિહોરના તસશીંગડા ગામેથી વધુ એક દીપડો પાંજરે પૂરાયો, લોકોમાં રાહત – હાશકારો

Published

on

દેવરાજ

વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું, રાજપરા ખોડિયાર બાદ તસશીંગડા ગામેથી વધુ એક દીપડો પાંજરે પુરાયો હતો, ખેડૂતો-ખેતમજૂરો કામ કરવા જતા ડરતા હતા, લોકોમાં રાહત

સિહોર પંથકના ગામડાઓની સીમમાં દીપડાને લીધે ખેડૂતો અને ખેતમજૂરો ખેતી કામ કરાવા જતા ડરતા હતા. દિપડા અને રાણી પશુના આંટાફેરાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો, સિહોર પંથકની હદમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેર જોવા મળ્યા હતા. દીપડાને લઈને લોકોમાં ભયનો માહોલ હતો. ત્યારે તરશીંગડા નજીક વહેલી સવારે એક કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાઈ જતા ગામજનોએ રાહતનો દમ લીધો હતો. સિહોર તાલુકાના છેવાડાના વિસ્તારમાં રાની પશુઓના આટાફેરા કાયમી બન્યાં છે અને છેલ્લા થોડા દિવસોથી દીપડાએ માનવ વસ્તી નજીક દેખા દેતા વન વિભાગે સતર્કતા વર્તી તરશિંગડાના ખુલ્લા વિસ્તારમાં પાંજરૂ ગોઠવ્યું હતું જ્યાં રાત્રિના સમયે દીપડો આવી ચડી પાંજરે પુરાયો હતો.

One more panther from Tashingda village of Sihore has been caged, people are relieved - Hashkaro

જિલ્લાના ડુંગરાળ અને દરિયાઇ પટ્ટ વિસ્તારમાં દીપડાની આવન-જાવન અવાર નવાર વર્તાય છે અને આવી જ પરિસ્થિતિ સિહોર તાલુકાની પણ હતી. સિહોર તાલુકાના તરશીંગડા, કરકોલીયા, સોનગઢ નજીકના વિસ્તારોમાં દીપડાના આટાફેરા છેલ્લા લાંબા સમયથી વધ્યા છે અને હાલ છેલ્લા થોડા દિવસથી દીપડો માનવ વસ્તીવાળા વિસ્તારમાં આવી ચડવાના બનાવો પણ બનતા વન વિભાગે દીપડો કોઇ જાનહાની કરે તે પહેલા તેને પકડી પાડવા રાજપરા ખોડિયાર, તેમજ તરશીંગડા આસપાસના વિસ્તારોમાં પાંજરૂ ગોઠવી દીપડાને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. જ્યારે રાત્રિના સમયે આ દીપડો આવી ચડતા અને પાંજરામાં ખોરાકની લાલચે ઘુસતા શટર પડી ગયું હતું અને આ દીપડો કોઇ જાનહાની કરે તે પહેલા જ પુરાયો હતો. વન વિભાગે આ દીપડાને એનીમલ સેન્ટર ખાતે ખસેડયો હતો અને વિસ્તારના લોકોએ પણ રાહતનો દમ લીધો હતો. ઉલ્લેખનીય છે રાજપરા ખોડિયાર બાદ વધુ એક દિપડો પાંજરે પુરાયો હતો.

Advertisement

Trending

Exit mobile version