Sihor

સિહોરમાં પોષણ સપ્તાહમાં વિવિધ વાનગીઓ બનાવી ઉજવણી કરાઈ

Published

on

પવાર

સિહોર ખાતે સંકલિત બાળ વિકાસ યોજના કચેરી અંતર્ગત સરકારના પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડિયામાં વિસ્તારની બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવીને ઉજવણી કરવામાં આવી હતી. જે બાળકો, કિશોરો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પોષણનાં પરિણામો સુધારવા માટે છે. પોષણ અભિયાન એક “જન આંદોલન” છે જેમાં સ્થાનિક સંસ્થાઓ, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના સરકારી વિભાગો, સામાજિક સંસ્થાઓ અને જાહેર અને ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

In Sihore, nutrition week was celebrated by preparing various dishes

સંકલિત બાળ વિકાસ યોજના કચેરી અંતર્ગત સરકારના આયોજન કાર્યક્રમ મુજબ સિહોરમાં પોષણ પખવાડિયાની ઉજવણી કચેરીનાં વડાં હેમાબેન દવેના માર્ગદર્શન સાથે થઈ છે. અહીંના ખાડિયા વિસ્તારમાં ધાન્યમાંથી વિવિધ વાનગીઓ બનાવી રજૂ કરવામાં આવી હતી, આ જન જાગૃતિના અભિયાનમાં આંગણવાડી વિભાગનાં દુર્ગાબેન બાબરિયા, રાજેશ્વરીબા જાડેજા, કેર ઈન્ડિયા અંતર્ગત જયદીપભાઈ હુણ, ધ્રુવભાઈ મહેતા તથા દર્શભાઈ બોટાદરા સંકલનમાં રહ્યાં હતાં.

Exit mobile version