Sihor

સિહોરમાં કિશોરી કુશળ બનો સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો

Published

on

દેવરાજ

સિહોરમાં સંકલિત આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા “કિશોરી કુશળ બનો -સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તૃપ્તિબેન જસાણીનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં મહિલા સશક્તિકરણમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે લાભ લેવા જણાવ્યું હતું.

A Kishori Kushal Be Empowered and Well-Nourished Kishori Abhiyan Fair was held in Sihore

કિશોરીઓના પોષણ સાથે મહિલાઓના આરોગ્ય તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓ સંદર્ભે આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંગે આઈ.સી.ડી.એસ. વિભાગનાં શ્રી રાજેશ્વરીબા જાડેજાએ જાણકારી આપી હતી. આ સાથે કુ. સુરભી ચૌહાણ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી નિધિબેન દવેએ કિશોરી પોષણ જાગૃતિ સંદર્ભે સૌને પ્રતિજ્ઞા લેવડાવી હતી.

A Kishori Kushal Be Empowered and Well-Nourished Kishori Abhiyan Fair was held in Sihore

આ સાથે વાનગી સ્પર્ધા તેમજ વિવિધ સન્માન પુરસ્કારો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મામલતદાર શ્રી જોગસિંહ દરબાર, આરોગ્ય વિભાગ શ્રી પુજાબા ગોહિલ, ઔધોગિક તાલીમ સંસ્થાના શ્રી ભાવિન શાહ, બાળ સંભાળ કચેરીના શ્રી કૃષિતા રાઠોડ, સંકલિત બાળ વિકાસ યોજના ભાવનગર કચેરીના શ્રી સંજયભાઈ ઘાઘરેટિયા, ભાવનગર જિલ્લા સહકારી બેંકના શ્રી નિર્મળસિંહ ડોડિયા, પોલીસ મથકના શ્રી નિશાબા ગોહિલ, કાનૂની સમિતિના શ્રી હરીશ પવાર, અગ્રણી શ્રી કેતનભાઈ જસાણી, કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત વગેરેની ઉપસ્થિતિ રહ્યા હતા.

Advertisement

Exit mobile version