Sihor
સિહોરમાં હવેથી દર મહિને ડૉ. બાબાસાહેબની પ્રતિમાની સાફસફાઈ અને ફૂલહાર કરી શિવસેના દેશસેવાનો સંદેશ પાઠવશે.
પવાર
ભારતીય બંધારણનાં ઘડવૈયા ભારતરત્ન શ્રી ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબની દેશસેવા ભારત કાયમ યાદ રાખશે, તેમની આ સેવાનાં કારણે જ દેશનાં ખૂણે ખૂણે પ્રતિમાઓ લાગેલી છે, સિહોરની મુખ્ય બજારમાં કિલ્લા દરવાજા પાસે આંબેડકર ચોક પર બાબા સાહેબની વર્ષોથી પ્રતિમા મુકાયેલી છે,
બાબાસાહેબની જન્મતિથિ કે પુણ્યતિથિ અને રાષ્ટ્રીય પર્વો પર ત્યાં રાજનેતાઓ અને સામાજિક આગેવાનો પુષ્પ અર્પણ કરવા આવતાં હોય છે, જ્યારે બાકીના દિવસોમાં ઘણીવાર ત્યાંની સાફસફાઈ કે અન્ય સારસંભાળ યોગ્ય રીતે ન થતી હોય તેવું જોવા મળ્યું છે. ત્યારે શિવસેના દ્વારા આ પ્રતિમાની યોગ્ય જાળવણી અને ત્યાંની સ્વરછતા જળવાઈ રહે તે માટે દર મહિને શિવસેનાનાં કાર્યકરો અને આગેવાનો દ્વારા બાબાસાહેબનાં સ્ટેચ્યુની સાફસફાઈ અને જય ભવાનીનાં નાદ સાથે ફૂલહાર કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. આ સમગ્ર કાર્યની દેખરેખ અને નિયમનનું કાર્ય ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ અને સિહોરના રાજકીય આગેવાન શ્રી રામભાઇ રાઠોડ તેમજ સિહોર શહેર શિવસેના પ્રમુખ શ્રી કેશુભાઈ સોલંકી દ્વારા કરાશે.