Bhavnagar

ભાવનગર જિલ્લાના અવાણીયા ગામે ૧૦૮ ટીમ દ્વારા સરાહનીય કામગીરી, નવજાત બાળકને નવજીવન મળ્યું

Published

on

પવાર

ઇએમટી તથા પાયલોટની સમયસૂચકતાથી બાળકને સંજીવની મળી

ભાવનગર જિલ્લાના અવાણીયા ગામે  ૧૦૮ ની ટીમે સગર્ભાનો કેસ મળતાં ભાવનગર ૧૦૮ ની ટીમના ઈએમટી દિનેશભાઈ દિહોરા અને પાયલોટ પ્રકાશભાઈ ગોહિલ તાત્કાલિક અવાણીયા ગામે પહોંચ્યાં હતાં.અવાણીયા ગામે સ્થળ પર તપાસ કરતા ઘર પર જ મહિલા ને પ્રસુતિની પીડા થવા લાગી હતી તેમજ બાળક અવળું થઈ ગયું હોય અને બાળકના ગળા ફરતે નાભી નાળ વીંટળાઈ ગઈ હતી  આવી પરિસ્થિતિમાં ઈએમટી દિનેશભાઈ દેહોરા તેમજ પાયલોટ પ્રકાશભાઈ ગોહિલે સમય સૂચકતા પ્રમાણે ૧૦૮ ઈમરજન્સી ફિઝિશિયનનો સંપર્ક કરી તેની સલાહ મુજબ બાળકની જોખમી પ્રસૂતિ કરવાની ફરજ પડી હતી.

In Avaniya village of Bhavnagar district, 108 team performed commendable work, newborn baby got new life

જેમાં બાળકના ગળા ફરતે વિટળાયેલી નાભી નાળને ડોકટર ની સલાહ મુજબ ત્યા જ કટ કરી અને બાળકની જોખમી પ્રસૂતિ કરી હતી પરંતુ બાળકના શ્વાસો સ્વાસ અને ધબકારા ચાલતા ન હોવાથી ફિજિયન ની સલાહ મુજબ બાળકને તરત જ એમ્બ્યુલન્સમાં લઈ છાતી ઉપર દબાણની સાથે કૃત્રિમ શ્વાસ આપતા બાળકના ધબકારા ચાલુ થઈ ગયા હતા. આ રીતે સારવાર આપવાની સાથે જ બાળકમાં જાણે ચમત્કાર થયો હોય તેમ બાળક રડવા લાગ્યું હતું બાળકને રડતો જોઈ બાળકના પરિવારજનોમાં જીવમાં જીવ આવ્યો હતો, અને પરિવારજનો જણાવ્યું હતું કે ૧૦૮ જ અમારી ભગવાન છે.

બાળકને આગળની સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આમ, ભાવનગરના અવાણીયા ગામે ઇએમટી દિનેશભાઈ દિહોરા, પાયલોટ પ્રકાશભાઈ ગોહિલ, ઇએમઇ પ્રભાત મોરી તથા પ્રોગ્રામ મેનેજર ફાયાજ ખાન પઠાણ ની સમય સૂચકતાથી નવજાતનો જીવ બચાવીને ૧૦૮ ની સેવા વધુ એક વાર અવાણીયા ગામના પરિવાર માટે સંજીવની સાબિત થઇ છે.

Advertisement

Trending

Exit mobile version